7.5 લાખનો મુદ્દામાલ રીક્ષામાં ભૂલી જનાર યુવક માટે સુરતની મહિધરપુરા પોલીસ બની દેવદૂત, રીક્ષાચાલકની આંખોમાં ખુશીના આંસુ
સુરત શહેરની મહિધરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. 7.50 લાખના મુદામાલ ભરેલું બેગ એક યુવક રીક્ષામાં ભૂલી ગયો હતો, જે બાદ ગભરાઇને તેણે પોલીસ સમક્ષ દોટ મુકી હતી, અને પોલીસ આગળ ધ્રુસકે -ધ્રુસકે રડી પડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાંજ રીક્ષાચાલકને શોધી કાઢીને એ યુવકને તેનો સાત લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો હતો 7.50 લાખની કિમતનું બેગ રીક્ષામાં જ ભૂલી ગયો યુવક સુરતમાં રીક્ષામાà
સુરત શહેરની મહિધરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. 7.50 લાખના મુદામાલ ભરેલું બેગ એક યુવક રીક્ષામાં ભૂલી ગયો હતો, જે બાદ ગભરાઇને તેણે પોલીસ સમક્ષ દોટ મુકી હતી, અને પોલીસ આગળ ધ્રુસકે -ધ્રુસકે રડી પડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાંજ રીક્ષાચાલકને શોધી કાઢીને એ યુવકને તેનો સાત લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો હતો
7.50 લાખની કિમતનું બેગ રીક્ષામાં જ ભૂલી ગયો યુવક
સુરતમાં રીક્ષામાં બેસેલો વ્યક્તિ રીક્ષામાં ડ્રોન કેમેરા સહિતનું 7.50 લાખની કિમતનું બેગ રીક્ષામાં જ ભૂલી ગયો હતો. વ્યક્તિને ઘટનાનું ભાન થતા તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.સુરત શહેરમાં અસખય રિક્ષાઓ રોજ બરોજ શહેર ના ખૂણે ખૂણે ફરે છે જેથી પોલીસે આ મામલે અલગ અલગ ટીમ બનાવી રીક્ષાની ઓળખ કરી મૂળ માલિકને તમામ વસ્તુઓ પરત કરી છે.
પોલીસે પોતાની ટેકનિકલ સર્વેલન્સ ટીમને કામે લગાડી અને ગણતરીની મિનિટોમાં બેગ મળી આવી
સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે રહેતા 21 વર્ષે કૃતિકકુમાર ખત્રી કામ અર્થે સુરત આવ્યા હતા, દરમિયાન તેઓ સવારે ઉધના મઢીની ખમણી પાસેથી રિક્ષામાં બેસી સુરત બસ સ્ટેન્ડ આવવા માટે નીકળ્યા હતા. સુરત બસ સ્ટેન્ડ પાસે આવેલી મોહન મીઠાઈ દુકાન પાસે કૃતિક ખત્રી રીક્ષામાંથી ઉતરી ગયા હતા, અને પોતાની બેગ લેવાનું ભૂલી ગયા, આ બેગમાં ડ્રોન કેમેરા સહિત કુલ 7.50 લાખની કિંમતનો મુદ્દામાલ હતો. કૃતિકે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે શહેરભરમાં લગાડેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રિક્ષા વાળાને શોધી કાઢ્યો હતો .
મુદ્દામાલ ભરેલી બેગ કબ્જે કરી યુવકને પરત કરી
પોલીસે સીસીટીવીના આધારે રીક્ષા ચાલકનો મોબાઈલ નંબર મેળવી તેને કોલ કરી બેગ અંગેની પૂછપરછ કરી હતી,બેગની ભાળ મળતાં પોલીસે યુવકને જાણ કરતા તે તાત્કાલિક મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો હતી.પોલીસ ની પૂછપરછમાં રીક્ષા ચાલકે બેગ અને સમાન તેની પાસે જ હોવાનું પોલીસને જણાવ્યું હતું જેથી પોલીસે તમામ મુદ્દામાલ ભરેલી બેગ કબ્જે કરી મૂળ માલિકને પરત કરી હતી,જેને લઇ યુવકે સુરત પોલીસની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement