Ahmedabad : એન્જલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા એન્જલ ફેસ્ટનું આયોજન
શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની પ્રવૃત્તિની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લે તે ખૂબ જ જરૂરી બન્યું છે એટલા જ માટે અમદાવાદના વાડજમાં આવેલી એન્જલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા એન્જલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ફેસ્ટમાં મોટા પ્રમાણમાં શાળાના...
Advertisement
શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની પ્રવૃત્તિની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લે તે ખૂબ જ જરૂરી બન્યું છે એટલા જ માટે અમદાવાદના વાડજમાં આવેલી એન્જલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા એન્જલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ફેસ્ટમાં મોટા પ્રમાણમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો.
ગણિત અને વિજ્ઞાનની અલગ અલગ થીયરી ઉપર ખાસ પ્રદર્શન
અમદાવાદના વાડજમાં આવેલી એન્જલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા ખુબ જ સુંદર એન્જલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં બાળકો દ્વારા ગણિત અને વિજ્ઞાનની અલગ અલગ થીયરી ઉપર ખાસ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા રજૂ કરાયેલા પ્રદર્શનમાં ઋતુચક્ર, યોગ અભ્યાસ, ગ્રીન એન્વાયરમેન્ટ, હ્યુમન બોડી સિસ્ટમ, ચંદ્રયાન 3, નવી શિક્ષણ નીતિ, જીવનમાં પુસ્તકોનું મહત્વ, પાણી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
શાળાના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ દ્વારા ખાસ આપીને બહુમાન
આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળા ખાતે પહોંચ્યા હતા. ફેસ્ટમાં શાળાના તમામ શિક્ષકો દ્વારા પણ ખાસ ડાન્સ વાલીઓ સમક્ષ રજૂ કરવામા આવ્યો હતો.. આ સમગ્ર એન્જલ બેસ્ટ માં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ દ્વારા બહુમાન પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર મેથ્સ ડે તરીકે ઉજવાય છે જેના જ આધાર ઉપર આ સમગ્ર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.