Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દોઢ કરોડના કાપડની છેતરપીંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી લીધો

સુરત શહેર કાપડ માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડના કાપડ ચીટીંગના ગુનામાં પોલીસથી ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી જીગ્નેશ ત્રાપસીયાએ તેના ભાઈ મનોજ સàª
01:56 PM Feb 15, 2023 IST | Vipul Pandya
સુરત શહેર કાપડ માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડના કાપડ ચીટીંગના ગુનામાં પોલીસથી ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 
સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી જીગ્નેશ ત્રાપસીયાએ તેના ભાઈ મનોજ સાથે મળીને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જય ભવાની ક્રિએશન નામની એક દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ એકબીજાની મદદગારીથી વર્ષ 2017 અને 18માં ફરિયાદી બ્રિજેશ સંઘાણી કે જે સચિનમાં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ખાતું ધરાવે છે તેની પાસેથી કાપડનો જથ્થો ખરીદ્યો હતો. 

ફરિયાદી પાસેથી દોઢ કરોડ રૂપિયાનું કાપડ ખરીદ્યુ હતું
આરોપી જીગ્નેશ ઉર્ફે જતીન ત્રાપસીયા અને તેના ભાઈ મનોજે ફરિયાદી પાસેથી દોઢ કરોડ રૂપિયાનું કાપડ ખરીદ્યુ હતું અને ત્યારબાદ પેમેન્ટ આપ્યા વગર જ આ બંને ભાઈઓ ટેક્સટાઇલ માર્કેટની દુકાન બંધ કરીને ઉઠામણું કરી ભાગી ગયા હતા. 

ભાગતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો
તેથી આ સમગ્ર મામલે ફરિયાદી બ્રિજેશ સંઘાણી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે દોઢ કરોડના કાપડની છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાતમીના આધારે સારોલી ગામ બસ સ્ટેશન નજીકથી આરોપી જીગ્નેશ ઉર્ફે જતીન ત્રાપસીયાની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા સતત જુના કેસમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જે ડ્રાઇવ ચલાવવા આવી રહી છે તે ડ્રાઇવને સતત સફળતા મળી રહી છે આજે અંતર્ગત વધુ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ  સુરત પોલીસનો સંવેદનશીલ ચહેરો, ઝોન-1 ડીસીપી ભક્તિ ઠાકર માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ પહોંચી થયા ભાવુક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimecroresfabricFraudGujaratFirstSuratSuratpoliceworth
Next Article