Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : શરમ ભૂલી ચાલુ એમ્બ્યુલન્સમાં કામલીલા કરી રહ્યું હતું કપલ, જુઓ Video

એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને સારવાર માટે ખસેડવા માટે થતો આવ્યો છે, પરંતુ હવે જાણે તેનો ઉપયોગ અન્ય કામો માટે થતો હોય તેવું લાગી રહ્યું છે. જીહા, તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એમ્બ્યુલન્સની અંદર કપલ કામલીલા કરતું કેમેરામાં કેદ થયું...
Advertisement

એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને સારવાર માટે ખસેડવા માટે થતો આવ્યો છે, પરંતુ હવે જાણે તેનો ઉપયોગ અન્ય કામો માટે થતો હોય તેવું લાગી રહ્યું છે. જીહા, તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એમ્બ્યુલન્સની અંદર કપલ કામલીલા કરતું કેમેરામાં કેદ થયું છે. રાહદારીઓ દ્વારા આ ઘટનાનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો અને જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

એમ્બ્યુલન્સમાં કામલીલા કરતું કપલ

Advertisement

શરમની વાત એ છે કે જે વાહનનો ઉપયોગ કોઇનો જીવ બચાવવા માચે થતો આવ્યો છે તેમા પણ હવે એવા કામો થવા લાગ્યા છે જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તે મુજબ એક એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતી ચુંબન કરી રહ્યા છે. આ સમગ્ર ચિત્ર એટલા માટે સ્પષ્ટ થયું કેમ કે એમ્બ્યુલબન્સમાં મોટા ભાગે સફેદ કલરના કાચ હોય છે. જેમાં એમ્બ્યુલન્સની અંદરનું આછું ચિત્ર દેખાતું હોય છે. અને આ જ કારણ છે કે અંદર બેસેલા કપલ શું કરી રહ્યા હતા તે કેમેરામાં કેદ થઇ ગયું. મળી રહેલી માહિતી અનુસાર, સુરતના રસ્તાઓ પરથી પસાર થતી એમ્બ્યુલન્સનો નંબર GJ 05 BZ 9328 છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો સુરતના અડાજણ બ્રિજનો છે.

Advertisement

એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની હોવાનું સામે આવ્યું

સુરત એમ્બ્યુલન્સનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો હતો. દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સમાં આ પ્રકારે કપલની અશ્લીલ હરકતો જોવા મળવાના કારણે સુરતવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રર થઇ હોવાનું પણ સામે આવ્યું છે. જેનું એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે.

આ પણ વાંચો - વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓને પાઠવી શુભેચ્છાઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×