Surat Banana Ripening Scam : કેમિકલના પાણીમાં કેળા ડૂબાડી પકવાતા હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ દ્વારા સુરતનાં પુણા વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં રિયાલીટી ચેક કરવામાં આવી હતી. આ રીયાલીટી ચેક હાથ ધરતા મોટો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. જેમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાનની નીતિ સામે લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આવા વેપારીઓને ત્યાં ક્યારે ચેકીંગ હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું.
Advertisement