Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદાસ્પદ નિવેદન આપનારાં નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર

વિવાદીત નિવેદન આપનારા  ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આ મામલે અલગ-અલગ રાજ્યોમાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. નૂપુર પર કટાક્ષ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા કારણે દેશની હાલત બગડી છે.કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું, તમે મોડેથી માફી માગી, તે પણ એ શરતે કે જો à
વિવાદાસ્પદ નિવેદન આપનારાં નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર
વિવાદીત નિવેદન આપનારા  ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આ મામલે અલગ-અલગ રાજ્યોમાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. નૂપુર પર કટાક્ષ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા કારણે દેશની હાલત બગડી છે.
કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું, તમે મોડેથી માફી માગી, તે પણ એ શરતે કે જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય, તો હું નિવેદન પાછું ખેંચું છું. તમે તમારી જાતને વકીલ કહો અને આવું બેજવાબદાર નિવેદન આપો છો.  સત્તામાં રહેલી પાર્ટીના સભ્ય હોવાથી તેની તાકાત મગજમાં ના આવવી જોઇએ. 
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના મામલાની સુનાવણી કરતા દિલ્હી પોલીસને પણ ફટકાર લગાવી હતી. દિલ્હી પોલીસને આડે હાથ લેતા કોર્ટે કહ્યું કે જો નૂપુર વિરુદ્ધ પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધવામાં આવી હતી તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવી. નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે દિલ્હીમાં તમારી વિરુદ્ધ FIRમાં શું થયું? કોર્ટે કહ્યું કે કદાચ પોલીસે તમારા માટે ત્યાં રેડ કાર્પેટ બિછાવી છે.
નૂપુર શર્માની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું કે નુપુર અને તેના વિવાદાસ્પદ નિવેદને સમગ્ર દેશમાં આગ લગાવી દીધી હતી. આ સાથે કોર્ટે ન્યૂઝ ચેનલ અને નુપુર શર્માને પણ નિર્દેશ આપ્યો છે કે કોર્ટમાં પેન્ડિંગ એવા કેસ સાથે સંબંધિત કોઈપણ એજન્ડાનો પ્રચાર ન કરે. નૂપુર શર્માના વકીલે કહ્યું કે તેણે પોતાના વિવાદિત નિવેદન માટે માફી માંગી છે. જેના પર કોર્ટે કહ્યું કે તે ટીવી પર આવીને આખા દેશની માફી માંગે.
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેનો દેશભરમાં જોરદાર વિરોધ થયો હતો. એટલું જ નહીં, ઘણા ઈસ્લામિક દેશોએ નૂપુરના આ નિવેદનની ટીકા પણ કરી હતી. જે બાદ ભાજપે નૂપુર પર કાર્યવાહી કરી અને તેને 6 વર્ષ માટે પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કરી દીધી હતી.  નૂપુર શર્મા વિરુદ્ધ તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં કેસ પણ નોંધાયેલા છે.
 
Advertisement
Tags :
Advertisement

.