Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી, સરકાર પણ છે ' જોશીમઠ કેસમાં તત્કાલ સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં  હવે આ અંગે 16 જાન્યુઆરીએ  સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસમાં સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ આના પર કામ કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસ
 દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી  સરકાર પણ છે   જોશીમઠ કેસમાં તત્કાલ સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર
સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં  હવે આ અંગે 16 જાન્યુઆરીએ  સુનાવણી હાથ ધરાશે. 
સુપ્રીમ કોર્ટે કહ્યું દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી 
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસમાં સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ આના પર કામ કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.

અરજદારે જોશીમઠ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી.
જણાવી દઈએ કે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કહ્યું કે આ મામલામાં તાત્કાલિક સુનાવણીની જરૂર છે અને આ સંકટને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવું જોઈએ. જેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે મંગળવાર એટલે કે આજની તારીખ આપી હતી, પરંતુ હવે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
અરજદારે આ દલીલ કરી હતી
અરજદારે કહ્યું કે જોશીમઠમાં આજે જે કંઈ થઈ રહ્યું છે તે ખાણકામ, મોટા પ્રોજેક્ટના નિર્માણ અને તેના માટે બ્લાસ્ટિંગને કારણે થઈ રહ્યું છે. આ મોટી દુર્ઘટનાની નિશાની છે. કહેવાય છે કે શહેરમાં લાંબા સમયથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. લોકો આ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી નથી. આજે એક ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક શહેર અને ત્યાં રહેતા લોકો આનો માર સહન કરી રહ્યા છે.

જોશીમઠ શહેરમાં અસુરક્ષિત ઈમારતોની સંખ્યા સતત વધી રહી છે.
જોશીમઠ શહેરમાં અસુરક્ષિત ઈમારતોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ 678 ઈમારતોની ઓળખ કરવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત થયેલી મલારી ઇન માઉન્ટ વ્યૂ પર ફરીવળશે બુલડોઝર 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.