Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યાં શિવલીંગ છે તે જગ્યા સીલ કરવા અને નમાજ ચાલુ રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વધુ સુનાવણી ગુરૂવારે

જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. જિલ્લા પ્રશાસનને આદેશ આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે શિવલીંગની જગ્યાને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે પ્રાર્થનામાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્àª
જ્યાં શિવલીંગ છે તે જગ્યા સીલ કરવા અને
નમાજ ચાલુ રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ  વધુ સુનાવણી ગુરૂવારે

જ્ઞાનવાપી મસ્જિદના
વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું
કે જ્યાંથી શિવલીંગ
 મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં
આવે. જિલ્લા પ્રશાસનને આદેશ આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે શિવલીંગની જગ્યાને
સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે.
 પરંતુ તેના કારણે પ્રાર્થનામાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. આ સાથે સુપ્રીમ
કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના
નિર્ણયમાં કહ્યું કે
, આગામી સુનાવણી સુધી અમે વારાણસીના
ડીએમને આદેશ આપીએ છીએ કે જ્યાં શિવલીંગ મળે છે તે જગ્યાની સુરક્ષા કરે
, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવે.

Advertisement

Advertisement

આ સાથે સુપ્રીમ
કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ
કોર્ટે કહ્યું કે આ મામલામાં નીચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે
, તેથી જિલ્લા કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યુપી સરકાર
તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે યુપી સરકારને કેટલાક
મુદ્દાઓ પર તેમની મદદની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ
કમિટીએ વારાણસી કોર્ટના સર્વે કરવાના આદેશને પડકાર્યો હતો
, જેના હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.


Advertisement

સમિતિ તરફથી હાજર
રહેલા એડવોકેટ અહમદીએ આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે તેણે આ
મામલે સર્વેક્ષણ અને કોર્ટ કમિશનની નિમણૂક પર રોક લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ
મામલે યથાસ્થિતિનો આદેશ આપવો જોઈએ. પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે
કહ્યું કે તેની કલમ
3માં યથાસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો
છે.

Tags :
Advertisement

.