Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુનિલ જાખડને કોંગ્રેસમાંથી કરાશે સસ્પેન્ડ, સમર્થનમાં આવ્યા અનેક નેતા, ફરી કોંગ્રેસમાં બળવાના સંકેત

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખરને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે કોંગ્રેસના એકે એન્ટોનીની આગેવાની હેઠળની શિસ્ત કાર્યવાહી સમિતિએ તેમને સંગઠનમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. સમિતિએ એ પણ ભલામણ કરી છે કે કેરળના વરિષ્ઠ કોંગ્રેસી નેતા કે.વી. થોમસને પાર્ટીના તમામ પદો પરથી હટાવવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભલામણો à
સુનિલ જાખડને કોંગ્રેસમાંથી કરાશે સસ્પેન્ડ  સમર્થનમાં આવ્યા અનેક નેતા  ફરી કોંગ્રેસમાં બળવાના સંકેત

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખરને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે કોંગ્રેસના એકે એન્ટોનીની આગેવાની હેઠળની શિસ્ત કાર્યવાહી
સમિતિએ તેમને સંગઠનમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. સમિતિએ એ પણ
ભલામણ કરી છે કે કેરળના વરિષ્ઠ કોંગ્રેસી નેતા કે.વી. થોમસને પાર્ટીના તમામ પદો
પરથી હટાવવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભલામણો પર અંતિમ નિર્ણય લેશે. પંજાબના
AICC પ્રભારી હરીશ ચૌધરીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને
પત્ર લખીને તેમના કેટલાક નિવેદનો તરફ ધ્યાન દોર્યા બાદ જાખર વિરુદ્ધ કાર્યવાહીની
ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ આ પત્ર અનુશાસનાત્મક કાર્યવાહી
સમિતિને મોકલ્યો હતો.

Advertisement

 

મળતી માહિતી મુજબ કોંગ્રેસની અનુશાસન સમિતિએ 11 એપ્રિલે જાખડને તેમની પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે કારણ બતાવો
નોટિસ જારી કરી હતી અને તેમને એક સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા કહ્યું હતું. જોકે
જાખડે સમિતિને જવાબ ન આપવાનો નિર્ણય
લીધો હતો. 
જાખડે પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા કરી હતી અને
પંજાબમાં આમ આદમી પાર્ટી (
AAP) સામે કોંગ્રેસની હાર બાદ તેમને પાર્ટી
માટે બોજ ગણાવ્યા હતા. પૂર્વ મંત્રી રાજકુમાર સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ એક ટીવી
ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જાખર પર ચન્ની અને અનુસૂચિત જાતિ સમુદાય વિરુદ્ધ
વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની વિરુદ્ધ કાર્યવાહીની
માંગ કરી હતી.

Advertisement


જોકે જાખડે આરોપોને
ફગાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું
હતું. કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે જો તેમના નિવેદનથી કોઈને દુઃખ
પહોંચ્યું હોય તો તે તેના માટે દિલગીર છે. જાખડે અગાઉ ફફડાટ મચાવ્યો હતો જ્યારે
ગયા વર્ષે અમરિન્દર સિંઘના અચાનક ખસી ગયા બાદ તેમણે દાવો કર્યો હતો કે પંજાબના
42
ધારાસભ્યો તેમને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે
અને માત્ર બે જ ચન્નીના સમર્થનમાં હતા. તેઓ પદ માટેની રેસમાં સૌથી આગળ હતા. 

Advertisement

Tags :
Advertisement

.