Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં અચાનક વધી ગધેડાની સંખ્યા, સરકાર ખુશ

પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી મોટી સંખ્યામાં છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોર એ જગ્યા છે જ્યાં ગધેડાની વસ્તી સૌથી વધુ છે. અહીં લોકો રોજગાર માટે ગધેડાનો ઉપયોગ સૌથી વધુ કરે છે. કહેવાય છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા હાલમાં ઘણી વધી છે. જેના કારણે પાકિસ્તાની સરકાર પણ ઘણી ખુશ જોવા મળી રહી છે. પાકિસ્તાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અચાનક અહીં ગધેડાની સંખ્યા વધી ગઈ છે, જે
પાકિસ્તાનમાં અચાનક વધી ગધેડાની સંખ્યા  સરકાર ખુશ
પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી મોટી સંખ્યામાં છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોર એ જગ્યા છે જ્યાં ગધેડાની વસ્તી સૌથી વધુ છે. અહીં લોકો રોજગાર માટે ગધેડાનો ઉપયોગ સૌથી વધુ કરે છે. કહેવાય છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા હાલમાં ઘણી વધી છે. જેના કારણે પાકિસ્તાની સરકાર પણ ઘણી ખુશ જોવા મળી રહી છે. 
પાકિસ્તાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અચાનક અહીં ગધેડાની સંખ્યા વધી ગઈ છે, જેના કારણે પાકિસ્તાન સરકાર ઘણી ખુશ છે. હવે તમે વિચારતા જ હશો કે ગધેડા વધવાથી સરકાર કેમ ખુશ છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં ગધેડાની ભારે માંગ છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધીને 5.7 મિલિયન એટલે કે 57 લાખ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં તાજેતરમાં જાહેર થયેલા આર્થિક સર્વે 2021-22માં આ વાત સામે આવી છે. પાકિસ્તાન સરકાર ગધેડાની વધતી જતી વસ્તી વચ્ચે ઘણી ખુશ જોવા મળી રહી છે. જોકે, તમને નવાઇ લાગશે કે ગધેડાની વસ્તી વધવાથી સરકાર કેમ ખુશ હોઇ શકે? તો અમે તમને આ અંગે જણાવી દઇએ છીએ.
સરકાર કેમ ખુશ છે
પાકિસ્તાનમાં ગધેડાના કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળી રહે છે. આંકડાની માનીએ તો, વર્ષ 2021-22માં ભેસ, ઘેટા, બકરીઓ જેવા પશુઓએ પાકિસ્તાનની GDPમાં 14 ટકા અને એગ્રિકલ્ચર વેલ્યુમાં 61.9 ટકાનું યોગદાન આપ્યું છે. પાકિસ્તાનના ગામડાઓમાં રહેતા લોકો આર્થિક રીતે પશુ પાલન પર જ નિર્ભર છે. જ્યારે પાકિસ્તાની સરકાર દેશમાં આર્થિક વિકાસ, ખાદ્ય સુરક્ષા અને ગરબીથી લડવા માટે પશુ પાલન પર જ ફોકસ કરી રહી છે. ત્યારે ગધેડાને લઇને આવેલા આ આંકડા એવા સમયે આવ્યા છે કે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ઘણા પડકારો સાથે ઝજૂમી રહી છે. મહત્વનું છે કે, પાકિસ્તાન ચીનને દર વર્ષે 80 હજાર ગધેડા વેચે છે. ગધેડાની ચામડીનો ચીનમાં ઘણો ઉપયોગ થાય છે. ગધેડ઼ાની ચામડીથી નીકળેલી જિલેટિનનો ઉપયોગ મોંઘી દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. 
પાકિસ્તાનમાં ઘણા કામના છે ગધેડા
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં, ગધેડાનો ખાસ ઉપયોગ સામાન વહન કરવા, ગધેડા ગાડીઓ અને બાંધકામ સ્થળોએ કરવામાં આવે છે. દુનિયામાં સૌથી વધુ ગધેડાની યાદીમાં પ્રથમ નંબરે ચીન અને બીજા નંબરે ઈથોપિયા છે. ચીનમાં ગધેડાની ખૂબ માંગ છે અને અહીં ગધેડાની ચામડીનો વેપાર થાય છે. આ ઉપરાંત ગધેડાનાં માંસમાંથી સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને ઘણી પરંપરાગત દવાઓ પણ બનાવવામાં આવે છે. ચીનમાં ગધેડાનું માંસ એટલું લોકપ્રિય છે કે અહીં આફ્રિકાથી ગધેડા આયાત કરવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.