ચંદ્રયાન-3નું સફળ પ્રક્ષેપણ
ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ થયું. ચંદ્રની સપાટી પર ઉતરવાનો ભારતીય વૈજ્ઞાનિકોનો આ બીજો પ્રયાસ છે. જો ભારત ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ થાય છે, તો તે...
05:23 PM Jul 14, 2023 IST
|
Vipul Pandya
ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ થયું. ચંદ્રની સપાટી પર ઉતરવાનો ભારતીય વૈજ્ઞાનિકોનો આ બીજો પ્રયાસ છે. જો ભારત ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ થાય છે, તો તે આ સફળતા હાંસલ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની જશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી થોડે દૂર ક્રેશ થયું હતું. તેથી જ આજે સમગ્ર વિશ્વની નજર આપણા પર ટકેલી છે.
Next Article