Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓનો પુનઃ અભ્યાસ શરૂ કરાવાશે, આવા વિદ્યાર્થીઓેને શોધવાની કામગીરી આચાર્યોને સોંપાઇ

રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે. અમદાવાદના DEO દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવા માટે પરીપત્ર કરવામાં આવ્યા છે... કોઈ કારણોસર બાળકો સ્કૂલ છોડી દેતા હોય છે જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે.ત્યારે સ્કૂલ છોડી ગયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા
સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓનો પુનઃ અભ્યાસ શરૂ કરાવાશે  આવા વિદ્યાર્થીઓેને શોધવાની કામગીરી આચાર્યોને સોંપાઇ
રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે. અમદાવાદના DEO દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવા માટે પરીપત્ર કરવામાં આવ્યા છે... કોઈ કારણોસર બાળકો સ્કૂલ છોડી દેતા હોય છે જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે.ત્યારે સ્કૂલ છોડી ગયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરત સ્કુલમાં લાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ડીઇઓએ તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર કર્યો છે.

જે વિદ્યાર્થીઓની ઉંમર વધુ હશે તેવા વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે
જે વિદ્યાર્થીઓની ઉમંર 15થી 18 વર્ષની છે અને કોઇ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી સોંપવામા આવી છે. એક સપ્તાહમાં આચાર્યએ પોતાના વિસ્તારમાં સર્વે કરીને આવા બાળકોને શોધવાના છે. આ વિદ્યાર્થીઓનું પ્રથમ તો કાઉન્સિલિંગ કરવામા આવશે અને જે વિદ્યાર્થીઓ સ્કુલમાં જવા માટે એલીજીબલ હશે તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓની ઉંમર વધુ હશે તેવા વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહી અને સારુ ભણતર મળે તેના માટે એક અલગ પ્રયાસ અમદાવાદના DEO દ્નારા કરવામાં આવ્યો છે....

પ્રવાસી શિક્ષકોને પણ સરકાર દ્વારા મહેનતાણું ચુકવવામાં વિલંબ 
300 જેટલા પ્રવાસી શિક્ષકો કામ કરી રહ્યા છે જે શાળાઓમાં કાયમી શિક્ષકો નથી તેવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવું પડી રહ્યું છે. ત્યારે જુજ મહેનતાણામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પણ સરકાર દ્વારા મહેનતાણું ચુકવવામાં મોડુ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 300 જેટલા પ્રવાસી શિક્ષકો કામ કરી રહ્યા છે. ત્યારે તેઓને સાત મહિના બાદ મહેનતાણું ચુકવવામાં આવશે. માધ્યમિક વિભાગના પ્રવાસીઓને ગ્રાન્ટ મળી જવાથી તેમને મહેનતાણું ચુકવી દેવામા આવ્યું છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટ 3 ફેબ્રુઆરીના રોજ મળતા આગામી એક સપ્તાહમાં મહેનતાણું ચુકવી દેવામા આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.