ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મદરેસાઓના વિદ્યાર્થીઓને હવે નહીં મળે શિષ્યવૃતિ, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂપિયા એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી..સાથે જ  6 થી 8ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી. શિષ્યવૃતિ બંધ કરવા પાછળની દલીલ શિષ્યવૃતિ બંધ કરવા પાછળ કેન્દ્ર સરકારની દલીલ છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ
06:02 AM Nov 28, 2022 IST | Vipul Pandya
કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂપિયા એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી..સાથે જ  6 થી 8ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી. 
શિષ્યવૃતિ બંધ કરવા પાછળની દલીલ 
શિષ્યવૃતિ બંધ કરવા પાછળ કેન્દ્ર સરકારની દલીલ છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે.જેથી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે..જો કે 9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્કોલરશિપ મળતી રહેશે.તેમની અરજીઓ લેવામાં આવશે. 
ગત વર્ષે મદરેસાના આટલા વિદ્યાર્થીઓને મળી હતી શિષ્યવૃતિ 
ગયા વર્ષે ગુજરાતના 16558 મદરેસાઓના બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે મદેરસાઓના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે. 
યોગી સરકાર દ્વારા કરવામાં આવ્યો મદરેસાઓનો સર્વે 
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે મદરેસાઓનો સર્વે કર્યો હતો..જેમાં 8496 મદરેસા માન્યતા વગરના મળી આવ્યા છે.સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનો સ્ત્રોત જકાત જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે. 
કયાં જોવા મળ્યા મોટી સંખ્યામાં મદરેસાઓ ?
નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં અજાણ્યા મદરેસાઓ મળી આવ્યા છે. સિદ્ધાર્થનગરમાં 500, બલરામપુરમાં 400, બહરાઈચ અને શ્રાવસ્તીમાં 400, લખીમપુરમાં 200, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મહારાજગંજમાં 60  મદરેસાઓ સામે આવ્યા છે. આ મદરેસાઓને  કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, સાઉદી અને નેપાળમાંથી જકાત મળી છે.આવી સ્થિતિમાં હવે તેમના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે. 
આ પણ વાંચો -  રેલવે સ્ટેશનનો ફુટ ઓવર બ્રીજ તુટ્યો, 20 મુસાફરો ઈજાગ્રસ્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Tags :
centraldecidedDecisiongovernmentGujaratFirstmadrassaMadresascholarshipStudents
Next Article