12 વર્ષ સુધી નહીં સુધરે ભારતની અર્થવ્યવસ્થા, RBIનું ચોંકાવનારું નિવેદન
એક બાજુ આ કોરોના વાયરસ અને બીજી બાજુ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ. આ બંનેના પગલે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો છે. ત્યારે હવે ભારતની અર્થવ્યવસ્થાને લઈને આરબીઆઈ દ્વારા મોટું નિેવેદન આપવામાં આવ્યું છે. કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે તેમાંથી બહાર
આવતાં 12 વર્ષ જેટલો સમય લાગશે. સેન્ટ્રલ
રિઝર્વ બેંકની રિસર્ચ ટીમના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિઝર્વ બેંકનો
રિપોર્ટ દર્શાવે છે કે કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ચલણ અને નાણા પરના આરબીઆઈના
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુદ્રા અને નાણાકીય નીતિ વચ્ચે સામયિક સંતુલન
જાળવવું એ સ્થિર વૃદ્ધિ તરફનું પ્રથમ પગલું હોવું જોઈએ. જો કે સેન્ટ્રલ બેંકે
સ્પષ્ટતા કરી છે કે આ રિપોર્ટ તેનો પોતાનો નથી પરંતુ રિપોર્ટ તૈયાર કરનારા લોકોના
મંતવ્યો છે.