Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના 10 હજાર સરકારી તબીબોની હડતાળ, OPD અને ઈમરજન્સી જેવી સેવાઓ બંધ

આજે (સોમવાર) રાજ્યભરમાં સરકારી તબીબોએ હડતાળ શરૂ કરી છે. સમગ્ર રાજ્યભરમાંથી અંદાજે 10 હજાર સરકારી તબીબો હડતાળના કારણે કામથી અળગા રહેવાના છે. ત્યારે આ સમયે હોસ્પિટલોમાં OPD, ઈમરજન્સી જેવી સેવાઓ બંધ રહેશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના 450 તબીબો આ હડતાળમાં જોડાયા છે. તમામ તબીબો અમદાવાદના બી.જે.મેડિકલ કોલેજ ખાતે પોતાનો વિરોધ નોંધાવશે. એવું નથી કે આ પહેલીવાર છે કે તબીબોએ હડતાળ કરી હોય. આ પહેલ
રાજ્યના 10 હજાર સરકારી તબીબોની હડતાળ  opd અને ઈમરજન્સી જેવી સેવાઓ બંધ
આજે (સોમવાર) રાજ્યભરમાં સરકારી તબીબોએ હડતાળ શરૂ કરી છે. સમગ્ર રાજ્યભરમાંથી અંદાજે 10 હજાર સરકારી તબીબો હડતાળના કારણે કામથી અળગા રહેવાના છે. ત્યારે આ સમયે હોસ્પિટલોમાં OPD, ઈમરજન્સી જેવી સેવાઓ બંધ રહેશે. 
અમદાવાદની સિવિલ હોસ્પિટલના 450 તબીબો આ હડતાળમાં જોડાયા છે. તમામ તબીબો અમદાવાદના બી.જે.મેડિકલ કોલેજ ખાતે પોતાનો વિરોધ નોંધાવશે. એવું નથી કે આ પહેલીવાર છે કે તબીબોએ હડતાળ કરી હોય. આ પહેલા પણ તેમણે તેમની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી હતી. જોકે, તે સમયે સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી પરંતુ તે ન થતા આજે એકવાર ફરી તેઓ હડતાળ તરફ વળ્યા છે. પડતર માંગણીઓમાં 7માં પગારપંચ મુજબ એનપીએ એટલે કે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ, વિભાગીય ભરતીઓ નિયમિત કરવામાં આવે, GMERSમાં કામ કરતા તબીબોને સરકારી તબીબોને મળતા હોય તેવા લાભ મળે આવી અલગ-અલગ 18 જેટલી માંગણીઓ છે જેને પૂરી કરવામાં આવે તે સાથે તેઓ આજે હડતાળ પર ઉતર્યા છે. 
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના સિનિયર તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા પર અસર પડી છે. રાજકોટ સિવિલ અને જિલ્લાની હોસ્પિટલોને ગણીને 330 તબીબો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સૌથી વધુ ઇમરજન્સી સેવાઓ પર અસર થઇ રહી છે. આ સિવાય સ્પેશિયલ આરોગ્યની સારવારમાં પણ અસર જોવા મળી રહી છે. હડતાળના કારણે દર્દીઓના ઓપરેશન પણ નહીં થઈ શકે. 
Advertisement
Tags :
Advertisement

.