Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોડ ઉપર રખડતા ઢોર ટ્રાફિકની સમસ્યાઓ સાથે અકસ્માતનું કારણ પણ બને છે

આપણે જ્યારે ટ્રાફિકની સમસ્યાઓની વાત કરીએ કે રોડ અને રસ્તાઓ પર થતા અકસ્માતની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે એમાં વાહનચાલકોની ભૂલને જવાબદાર ગણીએ પણ એ સિવાય પણ કેટલાક એવા કારણો છે કે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધે છે.શહેરમાં રોડ રસ્તા કે સોસાયટીઓમાં ખુલ્લા મૂકી દેવાયેલા ઢોરઢાંખર આખો દિવસ રોડ રસ્તા ઉપર ગમેતેમ ભટકતા હોવાને કારણે વાહન ચાલકને ઘણી àª
રોડ ઉપર રખડતા ઢોર ટ્રાફિકની સમસ્યાઓ સાથે અકસ્માતનું કારણ પણ બને છે
આપણે જ્યારે ટ્રાફિકની સમસ્યાઓની વાત કરીએ કે રોડ અને રસ્તાઓ પર થતા અકસ્માતની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે એમાં વાહનચાલકોની ભૂલને જવાબદાર ગણીએ પણ એ સિવાય પણ કેટલાક એવા કારણો છે કે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધે છે.
શહેરમાં રોડ રસ્તા કે સોસાયટીઓમાં ખુલ્લા મૂકી દેવાયેલા ઢોરઢાંખર આખો દિવસ રોડ રસ્તા ઉપર ગમેતેમ ભટકતા હોવાને કારણે વાહન ચાલકને ઘણી મુશ્કેલી સર્જાય છે. આપણે બધાએ જોયું છે કે ઘણી વખત તો સાંકડા રસ્તા ઉપર ગાયો કે ભેંસો કે બળદ અડ્ડો જમાવીને બેસી જાય છે અને એ રસ્તેથી વાહન લઈને નીકળવું પણ અશક્ય બની જાય છે. આવા સમયે સમય સાચવવા માટે મથતા નાગરિકને કે પછી કોઈ અતિ ગંભીર બીમાર માણસને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સની કે પછી વયસ્ક અને વૃદ્ધ નાગરિક પગપાળા રસ્તા ઉપરથી નીકળે છે. આ રખડતા ઢોર તેમને માટે માત્ર અવરોધ કે નહીં પણ ક્યારેક જોખમ પણ બને છે.
આ બાબતમાં તાજેતરમાં અમદાવાદ હાઈકોર્ટે આપેલો એક બહુ જ મહત્વનો સંકેત આપણે સમજવો જોઈએ અને ગાયો ભેંસો રાખતા સહુ લોકોએ પોતાની મિલકત સમી ગાયો ભેંસો કે બળદોને રોડ રસ્તા ઉપર ન જવું પડે એવી વ્યવસ્થા પોતે જ કરવી પડશે. એ સાચી વાત છે કે ગામડાઓની જેમ શહેરોમાં ગોચર હોતા નથી તેથી ગાયો ભેંસો ક્યાં ચરવા માટે જાય એ પ્રશ્ન ક્યારેક એના માલિકો ઉઠાવતા હોય છે. આપણી ન્યાય વ્યવસ્થાએ સ્પષ્ટ કરી દીધું છે કે ગોચર નથી એનો સ્વીકાર કરી શકાય. ગાયો ભેંસોને રોડ રસ્તા કે સોસાયટીમાં છુટ્ટી મૂકી દેવાય તો તે તેના માલિકનો ગુનો બને છે.  આવા સંજોગોમાં ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
આપણું શહેર આપણું છે. આપણા સૌનો એના ઉપર પુરતો અધિકાર છે. તેથી જ તમામ વર્ગના શહેરીજનોનું એક કર્તવ્ય બને છે કે પોતાના થકી કે પોતાના વાહનો કે પ્રાણીઓ થકી શહેરના અન્ય નાગરિકને કોઈપણ પ્રકારનું અવરોધ કે અડચણ પહોંચાડવાનું આપણને અધિકાર નથી.
નામદાર કોર્ટે જે સંકેત આપ્યો છે તેનું સ્વાગત કરીએ અને જાહેર માધ્યમો થકી સહુને વિનંતી કરીએ કે આપણા રોડ રસ્તાઓ અને સોસાયટીમાં ખુલ્લા રખડતા ઢોર હવે પછીના સમયમાં ન જોવા મળે એમાં આપણા સૌનું સહિયારુ હિત છે.
Advertisement
Tags :
Advertisement

.