Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજની માઇન સ્ટોનની ખાણમાં 50 ફૂટ ઉપરથી પથ્થરો પડતા ચાર દટાયા, ત્રણે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો, એક ગંભીર

ભુજ તાલુકાના ખાવડા નજીકના  મોટા પૈયા ગામની સિમમાં આજે શુક્રવાર સાંજે 6.30ની આસપાસ માઇન સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી  પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતા તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા મલબા તળે દબાઈ જવા પામ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના પથ્થરના મલબા તળે દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા
05:33 PM Dec 23, 2022 IST | Vipul Pandya
ભુજ તાલુકાના ખાવડા નજીકના  મોટા પૈયા ગામની સિમમાં આજે શુક્રવાર સાંજે 6.30ની આસપાસ માઇન સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી  પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતા તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા મલબા તળે દબાઈ જવા પામ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના પથ્થરના મલબા તળે દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તે પૈકી એક મધ્યપ્રદેશના અશોકકુમાર પટેલ નામના શ્રમજીવીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય બેના સબ હજુ મલબા હેઠળ દબાયેલા પડ્યા છે.


ટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ભૂજ મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રની ખબર આપી છે. જોકે ઘટનાની ગંભીરતા એ છે કે, દબાયેલા વાહનો અને મૃતદેહોને બહાર લાવવા અસરલ બન્યા છે કારણ કે આ કામગીરી દરમિયાન હજુ પણ ડુંગરના અન્ય પથ્થરો તૂટીને પડવાનો ભય રહેલો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ ખાવડા સરકારી દવાખાને લોકો જમા થયા છે.


આપણ  વાંચો-વાહન અકસ્માતોને અટકાવવા પોરબંદર ટ્રાફિક પોલીસની અકસ્માત જાગૃતિ ઝૂંબેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AseriousoneBhujFourburiedGujaratFirstMineStonepoliceThreedeaths
Next Article