Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજારમાં સતત ચોથ દિવસે તેજીનો માહોલ, સેન્સેક્સ 451 પોઈન્ટના ઉછાળ સાથે બંધ

આ સપ્તાહે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર જોરદાર વેગ સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદીને કારણે નિફ્ટીએ ફરી 18,000નો આંકડો પાર કર્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 451 પોઈન્ટ વધીને 60,566 પોઈન્ટ પર પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 130 પોઈન્ટના ઉછાળા સાથે 18,070 પોઈન્ટ પર બંધ થયો હતો. એપ્રિલ 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટી 18,000ની ઉપર બંધ થયો છે. BSE પર કà
12:25 PM Sep 13, 2022 IST | Vipul Pandya

આ સપ્તાહે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર જોરદાર વેગ સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદીને કારણે નિફ્ટીએ ફરી 18,000નો આંકડો પાર કર્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 451 પોઈન્ટ વધીને 60,566 પોઈન્ટ પર પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 130 પોઈન્ટના ઉછાળા સાથે 18,070 પોઈન્ટ પર બંધ થયો હતો. એપ્રિલ 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટી 18,000ની ઉપર બંધ થયો છે. 

BSE પર કુલ 3,600 શેરનો વેપાર થયો હતો, જેમાં 1858 શેર વધ્યા હતા અને 1634 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 108 શૅરનો ભાવ યથાવત રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં 337 શેરમાં અપર સર્કિટ અને 154 શેરમાં લોઅર સર્કિટ હતી. શેરબજારની માર્કેટ મૂડી રૂ. 286.72 લાખ કરોડને પાર કરી ગઈ છે.  

મંગળવારના ટ્રેડિંગ સેશનમાં આઈટી, રિયલ એસ્ટેટ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર સિવાયના તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, ઈમરજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે. આજે ટ્રેડિંગ સેશનમાં ટાટા કન્ઝ્યુમરના શેર 2.85 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.37 ટકા, બ્રિટાનિયા 2.34 ટકા, ભારતી એરટેલ 1.96 ટકા, ટાઇટન કંપની 1.67 ટકા, બજાજ ફાઇનાન્સ 1.60 ટકા વધીને બંધ થયા હતા  .

શેરો પર નજર કરીએ તો, શ્રી સિમેન્ટ 0.64 ટકા, સિપ્લા 0.55 ટકા, આઇશર મોટર્સ 0.48 ટકા, BPCL 0.45 ટકા, TCS 0.42 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.  કરન્સી માર્કેટમાં પણ રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. ડોલર સામે રૂપિયો 40 પૈસા મજબૂત થઈને 79.14 રૂપિયા પર બંધ થયો છે. ડોલર સામે 5 મહિનાની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. 

Tags :
451pointsjumpbullishconsecutivedayfourthGujaratFirstSensexclosesStockmarket
Next Article