શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 442 પોઈન્ટ સાથે બંધ
નવા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર જોરદાર વેગ સાથે બંધ થયું. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 442 પોઈન્ટ વધીને 59,245 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126 પોઈન્ટના ઉછાળા સાથે 17,665 પોઈન્ટ પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેર લીલા નિશાનમાં બંધ થયા છે.
બજારમાં આજે તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર લીલા નિશાનમાં જ્યારે 15 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 24 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 6 લાલ નિશાનમાં બંધ થયા હતા.
શેરો પર નજર કરીએ તો સન ફાર્મા 1.81 ટકા, ITC 1.78 ટકા, NTPC 1.70 ટકા, રિલાયન્સ 1.60 ટકા, HCL ટેક 1.28 ટકા, ટાટા સ્ટીલ 1.28 ટકા, લાર્સન 1.18 ટકા, ICICI બેન્ક 1.15 ટકા, ભારતી 85 ટકા, એરટેલ 1.05 ટકા. કોટક મહિન્દ્રા બેંક 0.83 ટકાના વધારા સાથે બંધ થયો છે.
શેરો પર નજર કરીએ તો, બજાજ ઓટો 1.84 ટકા, નેસ્લે 1.54 ટકા, બ્રિટાનિયા 1.12 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.84 ટકા, અપોલો હોસ્પિટલ 0.69 ટકા, આઇશર મોટર્સ 0.63 ટકા, ટાટા મોટર્સ 0.60 ટકા, વિપ્રો, પાવર 0.54 ટકા, GRI60 ટકા. , HDFC લાઇફ 0.21 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.