Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. આસામ પોલીસે તેમની ગુજરાતના પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી હતી. આસામ પોલીસે એક કેસના સંબંધમાં જિજ્ઞેશની ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણીને ગુજરાતમાંથી આસામ લઈ જવામાં આવ્યા હતા. જ્યા રવિવારે આસામના કોકરાઝારમાં CJM કોર્ટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એક દિવસની ન્યાયà
જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા
વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. આસામ પોલીસે તેમની ગુજરાતના પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી હતી. 
આસામ પોલીસે એક કેસના સંબંધમાં જિજ્ઞેશની ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણીને ગુજરાતમાંથી આસામ લઈ જવામાં આવ્યા હતા. જ્યા રવિવારે આસામના કોકરાઝારમાં CJM કોર્ટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ ધરપકડ બાદ ત્રણ દિવસ માટે તેમની કસ્ટડી પોલીસને આપવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતમાં અને દેશમાં અન્ય સ્થળોએ જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં, તેમને મુક્ત કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. 
આજે સવારથી જ રાજ્યભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જિજ્ઞેશ મેવાણીની ધરપકડનો વિરોધ કરતા સંવિધાન બચાવો રેલી કાઢી રહ્યા છે. અમદાવાદના જૂના વાડજ સર્કલથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં રેલીનું આયોજન કરાયું છે. અહીં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર થઇ ભાજપ સરકાર પર આકરા શાંબ્દિક પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે, જિજ્ઞેશ મેવાણીની ગત 20 એપ્રિલ બુધવારના રોજ આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. જિજ્ઞેશ મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થતા રવિવારે મોડી સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 
કોકરાઝારના અધિક પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરે કહ્યું કે, મેવાણીને સોમવારે સવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં જામીન અરજી સહિત કેસની સુનાવણી કરવામાં આવશે. મેવાણીના એક સહયોગી સુરેશ જાટે અગાઉ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ FIR નોંધાયા બાદ ગુજરાતના અગ્રણી દલિત નેતા મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ FIR આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. 
આ પહેલા આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને અન્ય પક્ષના નેતાઓએ રવિવારે કોકરાઝાર જિલ્લામાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાતના ધરપકડ કરાયેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જેમને ત્યાં રાખવામાં આવ્યા હતા. રાજ્યના પાટણ જિલ્લામાં પણ જિજ્ઞેશ મેવાણીની ધરપકડ અંગે વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. અહીં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, 1 મે પહેલા જિજ્ઞેશ મેવાણીને નહિં છોડવામાં આવે તો કોંગ્રેસ સખત વિરોધ કરશે. 1 મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે પાટણ ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે. વળી આ દિન નિમેતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અમિત શાહનો પણ વિરોધ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, વડગામ ધારાસભ્યને રવિવારે રાત્રે ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટના ઘરે રજૂ કરાયા હતા. જ્યાં તેમના કેસ અંગે સાડા નવ વાગ્યા સુધી દલીલો ચાલી હતી. જે બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો હુકમ કરાયો હતો. સોમવારે આ કેસની દલીલો અને જામીન બાબતની સુનાવણી ફરીથી હાથ ધરાશે. જિજ્ઞેશ મેવાણી રવિવારની સુનાવણીમાં આસામના પરંપરાગત ગમછામાં જોવા મળ્યા હતા. તેમની ધરપકડના વિરોધમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા મૂક રેલીનો પણ આયોજન કરાયું હતું.
Advertisement
Tags :
Advertisement

.