Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2 યુવકોને થયું કફ સિરપનું બંધાન અને પછી કર્યું કંઈક આવું કે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

યુવાનો પર પશ્ચિમી સંસ્કૃતિની વ્યાપક અસર જોવા મળે છે. અચાનક વિવિધ નશાઓના બંધનમાં આવી જાય છે. અલગ અલગ દવાઓના પણ હવે નશા કરવામાં કોઈ પાછીપાની કરવામાં આવતી નથી. ક્રાઈમ બ્રાન્ચે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ કફ સિરપનો નશો કરતા હતા જેથી આ નશા માટે પૈસા મળી રહે તે  માટે આરોપીઓ અન્ય આરોપી પાસેથી કફ સિરપનો જથ્થો લઈને વેંચતા હતા. જે વેચેલ માલ બદલ તેમને મફતમાં કફ સિરપ પીવ
2 યુવકોને થયું કફ સિરપનું બંધાન અને પછી કર્યું કંઈક આવું કે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
યુવાનો પર પશ્ચિમી સંસ્કૃતિની વ્યાપક અસર જોવા મળે છે. અચાનક વિવિધ નશાઓના બંધનમાં આવી જાય છે. અલગ અલગ દવાઓના પણ હવે નશા કરવામાં કોઈ પાછીપાની કરવામાં આવતી નથી. ક્રાઈમ બ્રાન્ચે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. 
આરોપીઓ કફ સિરપનો નશો કરતા હતા જેથી આ નશા માટે પૈસા મળી રહે તે  માટે આરોપીઓ અન્ય આરોપી પાસેથી કફ સિરપનો જથ્થો લઈને વેંચતા હતા. જે વેચેલ માલ બદલ તેમને મફતમાં કફ સિરપ પીવા મળતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પ્રકાશ ચૌહાણ અને જીગ્નેશ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કફ સિરપની 83 બોટલ પણ મળી આવી હતી. જે મામલે પૂછપરછ કરતા આરોપીઓએ કહ્યું હતું કે પોતે ડ્રાઇવીંગનો ધંધો કરતા હતા જે દરમીયામ બંને કફ સિરપનો નશો કરવાની ટેવ પડી ગઈ હતી. ડ્રાઇવિંગના ધંધાથી કફ સિરપના પૈસા મળતા ન હતા. 
વ્યસન માટે  સઈદ અહેમદ પાસેથી કફ સિરપ ખરીદતા હતા અને વેચવાનું શરૂ કર્યું હતું. જેના બદલામાં તેમને મફતમાં કફ સિરપનો નશો કરવા મળી રહેતો હતો. નાશ સાથે તેમને રોજના 400 રૂપિયા પણ મળી રહેતા હતા. સઈદ અહેમદ રોજ થેલીમાં કફ સિરપ ગણતરી કરીને આપતો હતો અને આ બંને આરોપી તેને બહેરામપુર પીરાણા રોડ પર વેચી દેતા હતા.આરોપીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે આ કફ સિરપ આપનાર સઈદ અહેમદની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.