જામનગરના સપડા સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનું છે અનોખું માહાત્મ્ય
જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર 22 કી.મી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે...
Advertisement
જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર 22 કી.મી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશભક્તો પદયાત્રા કરીને પહોંચે છે, અને વહેલી સવારે પહોંચતા હોય છે. જ્યાં આરતીમાં જોડાઈને દર્શનનો લ્હાવો લેતા હોય છે. આ વખતે પણ શ્રધ્ધાળુઓ ગણેશ ભક્તોએ બહોળી સંખ્યામાં પદયાત્રા કરીને ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement