Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકા ક્રિકેટને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડીને કરાયો એક વર્ષ માટે સસ્પેન્ડ

શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્નેને (Chamika Karunaratne) એક વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચમિકા કરુણારત્નેને શ્રીલંકા ક્રિકેટે સસ્પેન્ડ કરી દીધો છે. T20 WC દરમિયાન અનુશાસન તોડવા બદલ શ્રીલંકાના ક્રિકેટર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના પર એક વર્ષના સસ્પેન્શનની સાથે US$5000 નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ચમિકા કરુણારત્ને પર પ્રતિબંધ મૂકવાનો ન
03:24 PM Nov 23, 2022 IST | Vipul Pandya
શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્નેને (Chamika Karunaratne) એક વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચમિકા કરુણારત્નેને શ્રીલંકા ક્રિકેટે સસ્પેન્ડ કરી દીધો છે. T20 WC દરમિયાન અનુશાસન તોડવા બદલ શ્રીલંકાના ક્રિકેટર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના પર એક વર્ષના સસ્પેન્શનની સાથે US$5000 નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ચમિકા કરુણારત્ને પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ત્રણ સભ્યોની સમિતિએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આપેલા રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે.
શ્રીલંકા ક્રિકેટે ચમિકા કરુણારત્ને પર એક વર્ષનો પ્રતિબંધ  
શ્રીલંકાના વધુ એક ખેલાડી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન, શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકાની ઓસ્ટ્રેલિયન પોલીસે દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે પ્રતિબંધિત શ્રીલંકાના ખેલાડીઓની યાદીમાં ચમિકા કરુણારત્નેનું નામ પણ જોડાઈ ગયું છે. શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)એ એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ આ નિર્ણય અનુશાસનાત્મક તપાસ બાદ લીધો છે. શ્રીલંકા ક્રિકેટની ત્રણ સભ્યોની સમિતિએ કરુણારત્નેને કેટલાક મામલામાં નિયમોના ભંગ બદલ દોષિત ઠેરવ્યા છે. કરુણારત્ને પર એક વર્ષ માટે તમામ પ્રકારની રમત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય તેના પર 5 હજાર યુએસ ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
તે આગામી એક વર્ષ સુધી શ્રીલંકન ક્રિકેટ બોર્ડની દેખરેખમાં રહેશે
કરુણારત્નેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આગામી એક વર્ષમાં જો આ શ્રીલંકન ક્રિકેટર કોઈ ભૂલ કરે છે અથવા તેની કોઈ ભૂલનું પુનરાવર્તન કરશે તો તેના પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવશે. એટલે કે તે આગામી એક વર્ષ સુધી શ્રીલંકન ક્રિકેટ બોર્ડની દેખરેખમાં રહેશે. શ્રીલંકા ક્રિકેટે તેમના નિવેદનમાં કહ્યું, "કરુણારત્નેએ જે રીતે નિયમો તોડ્યા તેની ગંભીરતાને ધ્યાનમાં લેતા, તપાસ પેનલે તેના રિપોર્ટમાં SLC એક્ઝિક્યુટિવ કમિટીને તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, ખેલાડીને ચેતવણી આપી હતી કે જો તે ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન કરશે, તો આ સજા તેના પર લાગુ થશે, જેનાથી તેની ક્રિકેટ કારકિર્દીને વધુ નુકસાન નહીં થાય.
T20 વર્લ્ડ કપ 2022માં કરુણારત્નેનું પ્રદર્શન
શ્રીલંકા ક્રિકેટે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "આ તમામ બાબતો અને ભલામણોને ધ્યાનમાં રાખીને, શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ તેના પર એક વર્ષ માટે ક્રિકેટના તમામ સ્વરૂપો પર પ્રતિબંધ મૂક્યો છે, આ પ્રતિબંધ એક વર્ષ માટે રહેશે." મહત્વનું છે કે, શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્નેએ ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2022માં કુલ સાત મેચ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ તેને બેટિંગ કરવાની વધુ તક મળી ન હોતી.
કરુણારત્નેની કારકિર્દી
26 વર્ષીય કરુણારત્ને શ્રીલંકા માટે 1 ટેસ્ટ, 18 વનડે અને 38 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 22 રન અને 1 વિકેટ, વનડેમાં 376 રન અને 16 વિકેટ અને T20માં 257 રન અને 21 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો - બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ભારતને ઝટકા, આ ખેલાડી થયો બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChamikaKarunaratneCricketGujaratFirstSportsSriLankaSriLankaCricketerSuspended
Next Article