Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દાનુષ્કા ગુનાથિલકાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કર્યો સસ્પેન્ડ, ઓસ્ટ્રેલિયા પોલીસે કરી છે ધરપકડ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ઘણી બધી રીતે અલગ સાબિત થઇ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં જે ટીમોને નબળી ગણવામાં આવી હતી તેણે એવા અપસેટ સર્જ્યા છે કે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. ટૂર્નામેન્ટના અંતિમ સમયે શ્રીલંકાની ટીમથી જોડાયેલા એક એવા સમાચાર (News) સામે આવ્યા કે જેણે આ ટીમનું માથું નીચું કરાવી દીધુ છે. શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા (Danushka Gunathilaka) ને ઓસ્ટ્રેલિયાની પોલીસે જાતીય સતામણીના આરોપમà
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દાનુષ્કા ગુનાથિલકાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કર્યો સસ્પેન્ડ  ઓસ્ટ્રેલિયા પોલીસે કરી છે ધરપકડ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ઘણી બધી રીતે અલગ સાબિત થઇ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં જે ટીમોને નબળી ગણવામાં આવી હતી તેણે એવા અપસેટ સર્જ્યા છે કે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. ટૂર્નામેન્ટના અંતિમ સમયે શ્રીલંકાની ટીમથી જોડાયેલા એક એવા સમાચાર (News) સામે આવ્યા કે જેણે આ ટીમનું માથું નીચું કરાવી દીધુ છે. શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા (Danushka Gunathilaka) ને ઓસ્ટ્રેલિયાની પોલીસે જાતીય સતામણીના આરોપમાં ધરપકડ કરી લીધી છે. જેને લઇને હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ દાનુષ્કા ગુનાથિલકા (Danushka Gunathilaka) ને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
દાનુષ્કાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરાયા
શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલાકા (Danushka Gunathilaka) ની રવિવારે સવારે સિડનીમાંથી કથિત રૂપે એક મહિલાનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેના પર પણ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, દાનુષ્કાને સોમવારે સ્થાનિક કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ બોર્ડે તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. બોર્ડે આ મામલાની તપાસ માટે તમામ જરૂરી પગલાં ભરવાની ખાતરી પણ આપી છે અને જો દોષી સાબિત થશે તો બેટ્સમેનને સજા કરવામાં પણ આવશે. જણાવી દઈએ કે, ગુનાથિલકાને શનિવારે સિડની પોલીસે અટકાયતમાં લીધો હતો, ત્યારબાદ શ્રીલંકાની ટીમ તેના વિના ઓસ્ટ્રેલિયાથી પરત ફરી હતી.
Advertisement

જો દોષિત સાબિત થશે તો લેવાશે કડક પગલા
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ રાષ્ટ્રીય ખેલાડી દાનુષ્કા ગુનાથિલકાને તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયામાં એક મહિલા સાથે જાતિય શોષણના આરોપમાં ગુનાથિલકાની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા બાદ ગુનાથિલકાને કોઈપણ ટીમમાં પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. "વધુમાં, શ્રીલંકા ક્રિકેટ કથિત ગુનાની તાત્કાલિક તપાસ કરવા માટે જરૂરી પગલાં લેશે, અને જો ઑસ્ટ્રેલિયામાં ઉપરોક્ત કોર્ટ કેસના નિષ્કર્ષમાં દોષિત સાબિત થશે તો તે ખેલાડીને સજા કરવા માટે પગલાં લેશે."
ગુનાથિલકા Tinder દ્વારા મહિલાના સંપર્કમાં હતો
"શ્રીલંકા ક્રિકેટ એ વાત પર ભાર મૂકવા માંગે છે કે તે ખેલાડી દ્વારા આવા કોઈપણ વર્તન માટે 'જીરો ટોલરેન્સ' નીતિ ધરાવે છે અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડશે." સોમવારે ડેઈલી મેઈલના એક અહેવાલમાં જણાવાયું હતું કે, ગુનાથિલકા શ્રીલંકા પરત જવા એરપોર્ટ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સિડની પોલીસે તેને ટીમ બસમાંથી બહાર કાઢી અને તેની ધરપકડ કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 31 વર્ષીય શ્રીલંકન ક્રિકેટર એક મહિલા સાથે "રૂબરૂમાં મળતા પહેલા ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા" વાતચીત કરી રહ્યો હતો. તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2 નવેમ્બરની સાંજે કથિત રીતે જાતીય શોષણ કરતા પહેલા તે Tinder દ્વારા મહિલાના સંપર્કમાં હતો.
ગુનાથિલકાની વધશે ચિંતા
રવિવારની રાત જેલના સળિયા પાછળ વિતાવનાર ગુનાથિલકાએ સિડનીની કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. તેના પર દુષ્કર્મના ચાર કેસ ચાલી રહ્યા છે. ગુનાથિલકાના બચાવ પક્ષના વકીલ આનંદ અમરનાથે ડેઈલી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, "તેમને આશા હતી કે આ (મામલો) રવિવારે કોર્ટમાં પહોંચશે, આ જ કારણ છે કે તે નિરાશ છે કે આવું ન થયું, પરંતુ તે ઠીક છે." તેમણે કહ્યું, "તેઓ શ્રીલંકા પાછા નહીં આવે તો શું થશે તે અંગે તે ખૂબ જ ચિંતિત છે. આ ગંભીર આરોપો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે, તેથી તે તેના વિશે ખૂબ જ ચિંતિત છે."

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.