ક્યાંક દૂધનો પુરવઠો અટક્યો તો ક્યાંક દૂધની થેલીઓ નદીમાં ફેંકાઈ
માલધારી સમાજ દ્વારા આજે એટલે કે બુધવાર (21-9-2022) એ પશુ નિયંત્રણ કાયદો (Animal Control Act) રદ કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં દૂધનું વિતરણ બંધ રાખવાનો મામલો હવે જાહેર જનાતને પરેશાન કરી રહ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આજે માલધારીઓ દ્વારા દૂધનું વેચાણ (Sale of milk) નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં માલધારીઓ દ્વારા આજે દૂધનું વેચાણ નહી કરવાની જાહેરાતગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદà
Advertisement
માલધારી સમાજ દ્વારા આજે એટલે કે બુધવાર (21-9-2022) એ પશુ નિયંત્રણ કાયદો (Animal Control Act) રદ કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં દૂધનું વિતરણ બંધ રાખવાનો મામલો હવે જાહેર જનાતને પરેશાન કરી રહ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આજે માલધારીઓ દ્વારા દૂધનું વેચાણ (Sale of milk) નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં માલધારીઓ દ્વારા આજે દૂધનું વેચાણ નહી કરવાની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે ત્યારથી માલધારી સમાજ આ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો છે. તેવામાં આ કાયદાને પરત ખેંચવાની માગ સાથે આજે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં દૂધના વેચાણને બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયથી માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. જેમા એક ઢોર નિયંત્રણ કાયદો છે કે જેને પરત ખેંચવાની માગ સાથે માલધારી સમાજે આજે રસ્તે ઉતરી આવ્યો છે. ગત રાત્રિએ સુરતની તાપી નદીમાં દૂધની થેલીઓ નાખી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દૂધનો ટેમ્પો ઉભો રાખીને તાપી નદીમાં દૂધની થેલીઓ અમુ શખ્સો દ્વારા ફેંકવામાં આવી રહી છે.
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું ટોળું જોવા મળ્યું હતું. વળી માલધારીઓ દ્વારા ડેરીઓ પણ બંધ કરાવવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ સુરતના મક્કાઈ પુલ પરનો વિડીયો છે. સુત્રોની માનીએ તો માલધારી સમાજના લોકોએ ઘણા વિસ્તારોમાં દાદાગીરી કરી છે. અડાજણ વિસ્તારમાં દૂધ વેચવા નીકળેલા શખ્સને અમુક લોકોએ માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ચોર્યાસી ડેરીનું દૂધ કેન્દ્ર ચલાવતા જમુભાઈને તમાચા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અમુક લોકોએ તેમને ઢોર માર મારતા કહ્યું કે, તમને દૂધ વેચવાનું કોણે કહ્યું.
રંગીલા રાજકોટમાં આજે ટી સ્ટોલ બંધ
માલધારી સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દૂધનો પુરવઠો અટકી ગયો હતો. સરકારના ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ મેદાને ઉતર્યા છે. આજે દૂધનો પુરવઠો ન આપવાનો માલધારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં આજે ટી સ્ટોલ બંધ રાખવામાં આવી છે. જેવા કારણે ચા ના રસિકો આજે ચા ની ચુસ્કી લઇ શકશે નહીં. જણાવી દઇએ કે, રાજકોટ મહાનગરમાં આસપાસના ગ્રામ્યવિસ્તારોમાંથી દૂધનો પુરવઠો આવે છે.
મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં ઘણા વિસ્તારોમાં દૂધના વિક્રેતાને ત્યાં તોડફોડ કરવામાં આવી છે. અમુક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. અહીં આવેલા એરપોર્ટ રોડ પર દૂધ વિક્રેતાને ત્યાં દૂધના કેરેટ ઊંધાવાળી દેવામાં આવ્યા હતા. આ સોખડા ચોકડી નજીકની ઘટના હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કાલાવાડથી પણ એક વિડીયો સામે આવ્યો છે જ્યાથી એક દૂધ ભરેલુ ટેન્કરમાંથી દૂધ રસ્તે ધોળવામા આવ્યું છે.
જામનગરમાં પણ માલધારીઓએ દૂધ સપ્લાય બંધ રાખી બંધ પાડ્યો
જામનગરમાં માલધારીઓની હડતાળને લઈને ચા ની કિટલીઓ, હોટેલો બંધ રાખવામાં આવી છે. જામનગરમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા માલધારીઓ રસ્તે ઉતરી આવ્યા છે. ઉપરાંત ગીરના માલધારીઓને એસટી તરીકે પુનઃસમાવવા સહિતની માંગણીઓ સાથે એક દિવસીય હડતાળ પર ઉતર્યા છે. શહેરમાં દૂધ સપ્લાય કરતા તમામ માલધારીઓ બંધમાં જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દૂધનું વિતરણ બંધ રાખવાને સમર્થન
સુરેન્દ્રનગરમાં પણ સમસ્ત માલધારી સમાજ દ્વારા આજે ગુજરાતમાં દૂધનું વિતરણ બંધ રાખવાના એલાનને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પ.પૂ. કનીરામદાસજી બાપુ દ્વારા માલધારી સમાજને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
કોઈપણ ખાનગી ડેરીના દૂધના ટેન્કર નહી રોકવા અને દૂધનું વિતરણ વ્યવસ્થા નહીં અટકાવવા તેમજ તોફાન નહી કરી શાંતિ જાળવવા આહવાન કરવામાં આવ્યું છે. તેમણે રાજ્યમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ આજે એક દિવસ માટે બંધ રાખી શાંતિપૂર્વક રીતે સરકાર સામે આંદોલન કરવા જણાવ્યું છે.