Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિતની ફ્લેટ સિક્સરથી થયું કઇંક એવું કે થોડા સમય માટે મેચ રોકવી પડી

ત્રણ મેચોની T20 સીરીઝમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં પણ ઈંગ્લેન્ડને હરાવવાની પૂરી તૈયારી કરી હોય તેમ ટીમના તમામ ખેલાડીઓ મંગળવારની પ્રથમ વન-ડે મેચમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. લંડનના ધ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જ્યાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડ
રોહિતની ફ્લેટ સિક્સરથી થયું કઇંક એવું કે થોડા સમય માટે મેચ રોકવી પડી
ત્રણ મેચોની T20 સીરીઝમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં પણ ઈંગ્લેન્ડને હરાવવાની પૂરી તૈયારી કરી હોય તેમ ટીમના તમામ ખેલાડીઓ મંગળવારની પ્રથમ વન-ડે મેચમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. લંડનના ધ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જ્યાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરી દીધા હતા, ત્યારે બેટિંગમાં પણ કેપ્ટન રોહિતે યજમાન ટીમની ક્લાસ લીધી હતી. જોકે, આ દરમિયાન એક એવી ઘટના પણ બની કે જેણે ખાસ કરીને રોહિત શર્માને દુઃખી કર્યો હતો. 
લંડનના ધ ઓવલ ખાતે મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI દરમિયાન ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતી બોલિંગથી થઇ અને બાદમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેને પણ શાનદા પ્રદર્શન કરતા ટીમને 10 વિકેટે જીત અપાવી હતી. જોકે, આ દરમિયાન એક એવી ઘટના બની કે જે થયા બાદ મેદાનમાં લોકો ખૂબ દુઃખી થતા જોવા મળ્યા હતા. વિસ્તારથી જણાવીએ તો, ટીમ ઈન્ડિયાના તોફાની બેટ્સમેન રોહિત અને ધવન ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતર્યા હતા. આ બંને ખેલાડીઓએ ટીમને સારી શરૂઆત આપી, પરંતુ મેચની પાંચમી ઓવરમાં રોહિત શર્માએ એક ફ્લેટ સિક્સર ફટકારી હતી, સ્ટેડિયમમાં બેઠેલી એક નાની છોકરીને આ બોલ વાગ્યો હતો. તે સમયે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ ચિંતિત દેખાયા હતા. મેડિકલ ટીમ તાત્કાલિક બાળકીની પાસે પહોંચી અને તેની સારવાર કરી હતી. 
આ ઘટના ભારતીય ઇનિંગ્સની પાંચમી ઓવરમાં બની જ્યારે રોહિતે ડેવિડ વિલીની બોલ પર તેનો મનપસંદ પુલ શોટ ફટકાર્યો. બોલ બેટના મિડલમાં લાગ્યો હતો અને ફાઇન લેગ તરફ દર્શકો વચ્ચે ગયો હતો. સિક્સનો સંકેત આપ્યા પછી તુરંત જ, કેમેરો દર્શકો તરફ ગયો, જ્યાં એક માણસ એક નાની છોકરીને સાંત્વના આપતો અને તેની પીઠને રગડતો જોવા મળ્યો. ત્યારે સૌને ખબર પડી કે આ બોલ તે બાળકીને વાગ્યો હતો, જેના કારણે તે રડવા લાગી હતી.  
આ તે સમય હતો જ્યારે મેદાન પરના ક્રિકેટરોએ કદાચ બધું બરાબર છે કે નહીં તે તપાસવામાં થોડો સમય લીધો હતો. થોડી સેકન્ડ માટે રમત બંધ થઈ ગઈ. ઓન-એર કોમેન્ટેટર રવિ શાસ્ત્રી અને આથર્ટને પુષ્ટિ કરી હતી કે બોલ ખરેખર ભીડમાં કોઈને અથડાયો હતો. એથર્ટને કહ્યું કે એવું લાગે છે કે ભીડમાં કોઈ રોહિત શર્માની આ સિક્સરની ઝપટમાં આવી ગયું હશે. જોકે, બાદમાં ખ્યાલ આવ્યો કે આ બાળકને તે બોલ વાગ્યો હતો પરંતુ તેને કોઇ ગંભીર ઈજા થઈ નથી.
Advertisement

કેમેરો ફરીથી ભીડના એ જ ભાગ તરફ વળ્યો જ્યાં એક છોકરીને દિલાસો આપી રહ્યો હતો અને બીજો પુરુષ તેની તપાસ કરી રહ્યો હતો. કેટલીક મેડિકલ ટીમ પણ ત્યા દોડતી જોવા મળી હતી. કદાચ છોકરીને તપાસવા માટે. સદનસીબે મેચ વધુ સમય સુધી અટકી નહી. તપાસ બાદ ખ્યાલ આવ્યો કે તે છોકરી સુરક્ષિત હતી. મહત્વનું છે કે, રોહિત અને તેના ઓપનિંગ પાર્ટનર શિખર ધવને 111 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતને 10 વિકેટે જીત અપાવી હતી.
Tags :
Advertisement

.