ભરૂચ-દહેજને જોડતા નંદેલાવ બ્રિજનો કેટલોક હિસ્સો ધસી પડતા ફફડાટ, સદ્ભાગ્યે મોટી દુર્ઘટના ટળી
ભરૂચ દહેજને જોડતા નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજ હર હંમેશા જર્જરિત મુદ્દે વિવાદમાં રહ્યો છે. દર ચોમાસાની ઋતુમાં આ બ્રિજ જર્જરિત હોવાને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસાના આગમન પૂર્વે આ બ્રિજનોનો કેટલોક હિસ્સો ધસી પડતાં સ્થાનિકોમાં તથા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો છે. બ્રિજનો હિસ્સો ધસી પડયો હોવાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું અને અધિકારીઓ સ્તળ પર પહોંચ્યા હતા. વાહà
Advertisement
ભરૂચ દહેજને જોડતા નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજ હર હંમેશા જર્જરિત મુદ્દે વિવાદમાં રહ્યો છે. દર ચોમાસાની ઋતુમાં આ બ્રિજ જર્જરિત હોવાને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસાના આગમન પૂર્વે આ બ્રિજનોનો કેટલોક હિસ્સો ધસી પડતાં સ્થાનિકોમાં તથા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો છે. બ્રિજનો હિસ્સો ધસી પડયો હોવાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું અને અધિકારીઓ સ્તળ પર પહોંચ્યા હતા. વાહન વ્યવહારને ડાઇવર્ઝન આપી કાર્યવાહી શરૂ કરી હતી
ભરૂચ શહેરને જોડતા નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી હજારો ભારે વાહનો પસાર થાય છે. આ નંદેલાવ ઓવરબ્રિજનો કેટલોક ભાગ જર્જરિત હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લોખંડના ટેકા ઉપર ઉભો હતો. તંત્ર દ્વારા આ જર્જરિત બ્રિજના સમારકામમાં લીપાપોથી કરીને લોખંડના ટેકા હટાવી લેવામાં આવ્યા હતા. જેના પગલે તે બાજુના ઓવરબ્રિજના ફૂટપાથનો મોટો હિસ્સો આજે સવારના સમયે ધસી પડ્યો હતો. જેથી બ્રિજની નીચે વ્યવસાય કરનારા રેકડીવાળા અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. બ્રિજની નીચે પાર્ક કરેલા ૮થી ૧૦ વાહનોનું કચુંબર પણ થયું હતું
બ્રિજનો કેટલોક હિસ્સો ધડાકા સાથે ધસી પડતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે નજીકથી કોઈ વાહન પસાર થતા ન હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. બ્રિજ ધસી પડ્યો ત્યારે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી. બ્રિજ અત્યંત જર્જરિત હોવાની વારંવાર ફરિયાદો બાદ પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો થયા છે. હાલ તો તંત્ર દ્વારા ઓવરબ્રિજનો જે હિસ્સો ધસી પડ્યો છે, તેને જાહેર માર્ગ ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. તેવામાં હવે આ આખા બ્રિજનું સમારકામ જરુરી બન્.યયું છે. નહીં તો મોટી દુર્ઘટના સર્જાવાની ભિતી રહેલી છે.