Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી અનાજ સગેવગે કરવાના મામલે SOG પોલીસે એક શખ્સની કરી અટકાયત

ગુજરાત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસીડીથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાના જથ્થાની કાળા બજારી કરતા ઇસમને પી.બી.એમ. ધારા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ ઈસમને જેલ હવાલે સ્પેશિયલ ઓપરેશન ગૃપ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યો છે. કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ-1980 તળેના આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે.ડેરવાળા તા.લખતર જી.સ
સરકારી અનાજ સગેવગે કરવાના મામલે sog પોલીસે એક શખ્સની કરી અટકાયત
ગુજરાત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસીડીથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાના જથ્થાની કાળા બજારી કરતા ઇસમને પી.બી.એમ. ધારા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ ઈસમને જેલ હવાલે સ્પેશિયલ ઓપરેશન ગૃપ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યો છે. કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ-1980 તળેના આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે.ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગરવાળાને અટકાયતમાં લઇ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કર્યા છે.
પોલીસ અધિક્ષક હરેશ દુધાતે જિલ્લામાં ગેરકાયદેસર અનાજનો સંગ્રહ અને વિતરણની પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ જિલ્લામાં કોઇપણ જગ્યાએ જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો હેરફેર થતો હોય કે સંગ્રહની ગેર કાયદેસરની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવા આરોપી વિરૂદ્ધ કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ-1980 હેઠળ અટકાયતમાં લેવા થયેલા હુકમની બજવણી કરવા સુચના આપેલ. જે બાબતે હકીકત એવી છે કે, લખતર પો.સ્ટે. વિસ્તારમાં ગત તા.11/11/2021 ના રોજ અન્નપુણા મેટલની પાછળ લખતર ખાતેથી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે. ડેરવાળા તા.લખતરવાળાના પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાનું ઘઉં, ચોખા તથા ખાંડ કુલ કદ્દા નંગ-1817 કિમત રૂ.24,70,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. લખતર પો.સ્ટે. ના ગુ.2.નં-11211030210/2021 થી ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે. ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગરવાળાની ધરપકડ કરી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપવામાં આવેલો છે. 
જે આરોપીને મ્હે. જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરનાઓએ પી.બી.એમ, ધારા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરી ધોરણસર બજવણી કરવા અને જેલ હવાલે કરવા હુકમ કરેલ જે હુકમની બજવણી માટે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના માર્ગદર્શન અન્વયે વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. સુરેન્દ્રનગરનાઓએ આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે.ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગરવાળાને તા.26/04/2022 ના કલાક 20/00 વાગ્યે અટકાયતમાં લઇ પી.બી.એમ. વોરન્ટની ધોરણસર બજવણી કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત જેલ હવાલે કરેલ છે.
Advertisement
Tags :
Advertisement

.