Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં બરફ બન્યો સફેદ દાનવ, હિમવર્ષા અને ઠંડીના કહેરથી 34 લોકોના મોત

અમેરિકામાં બરફના તોફાનનો કહેરબરફના તોફાનથી 34 લોકોના મોત4 લાખ ઘરોમાં છવાયો અંધારપટન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક દિવસ બંધપૂર્વોત્તર અમેરિકામાં હાડ ગાળતી ઠંડી60 કિમીની ઝડપે ફૂંકાયો ઠંડો પવનએક તરફ દુનિયિભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો બીજી તરફ અમેરિકામાં ખતરનાક બરફ પડી રહ્યો છે જેણે હાહાકાર મચાવી દીધો છે. મળી રહેલા સમાચાર અનુસાર, અમેરિકામાં બરફના તોફાનના ક
અમેરિકામાં બરફ બન્યો સફેદ દાનવ  હિમવર્ષા અને ઠંડીના કહેરથી 34 લોકોના મોત
  • અમેરિકામાં બરફના તોફાનનો કહેર
  • બરફના તોફાનથી 34 લોકોના મોત
  • 4 લાખ ઘરોમાં છવાયો અંધારપટ
  • ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક દિવસ બંધ
  • પૂર્વોત્તર અમેરિકામાં હાડ ગાળતી ઠંડી
  • 60 કિમીની ઝડપે ફૂંકાયો ઠંડો પવન
એક તરફ દુનિયિભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો બીજી તરફ અમેરિકામાં ખતરનાક બરફ પડી રહ્યો છે જેણે હાહાકાર મચાવી દીધો છે. મળી રહેલા સમાચાર અનુસાર, અમેરિકામાં બરફના તોફાનના કારણે અલગ-અલગ જગ્યાએ 34 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાએ દેશના મોટા ભાગના વિસ્તારને હિમવર્ષા અને તેજ પવનથી ઢાંકી દીધા છે. આ વાવાઝોડામાં વધુ લોકોના મોત થવાની આશંકા છે. હિમવર્ષાના કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
બરફના તોફાનથી 34 લોકોના મોત
અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ખતરનાક ઠંડા તાપમાને રવિવારે ક્રિસમસ ડે (Christmas Day) માં જેમ વિનાશ વેર્યો હતો. આ તોફાનમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. સેંકડો ઘરો અને વ્યવસાયોની વીજળી ગુલ થઇ ગઈ છે. હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી છે. લોકોને ઓછામાં ઓછું એકવાર પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે. સફેદ દાનવ સતત તેનો કહેર વરસાવી રહ્યો છે. જેના કારણે ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એક દિવસ માટે બંધ રાખવાામાં આવ્યું છે. હાલમાં પૂર્વોત્તર અમેરિકામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અહીં 60 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે લોકો કામ વિના ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. આ સફેદ તોફાનના કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. વળી આ આંકડો સવારે 26 પર હતો.
Advertisement

4 લાખ ઘરોમાં છવાયો અંધારપટ
ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ જામ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને વીજ લાઈનોને પણ નુકસાન થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં અંદાજે 4 લાખ ઘરોમાં અંધારપટ છવાયો છે. વાવાઝોડાએ કેનેડા નજીકના ગ્રેટ લેક્સથી મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીના વિશાળ વિસ્તારને અસર કરી છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે લગભગ 60 ટકા યુ.એસ.ની વસ્તી હવામાન સલાહ અથવા ચેતવણી હેઠળ હતી, અને રોકી પર્વતોની પૂર્વથી એપાલાચિયન સુધીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ ગયું છે. ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર રવિવારના સાંજ સુધી 1,346 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. વળી, બુધવારથી 8000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ન્યૂયોર્કના બફેલોમાં તોફાને સૌથી વધુ તબાહી મચાવી છે.
મુસાફરીને પણ અસર  
બરફના વાવાઝોડાએ લાખો અમેરિકનો માટે મુસાફરીની યોજનાઓ વિક્ષેપિત કરી છે, જેમાં પ્રવાસીઓને વર્ષના સૌથી વ્યસ્ત સમયમાં વિલંબ અને ફ્લાઇટ્સ અને ટ્રેનો રદ કરવાનો સામનો કરવો પડે છે. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ FlightAware અનુસાર, ગુરુવારે લગભગ 6,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, ક્રિસમસના બે દિવસ પહેલા, ગુરુવારે લગભગ 2,700 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, લોકો સુધી પહોંચવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગની કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. બરફના જાડા પડને કારણે શહેરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. યુ.એસ.ના અધિકારીઓએ મૃત્યુ માટે ટોર્નેડો, કાર અકસ્માત, વૃક્ષો પડી જવા અને તોફાનની અન્ય અસરોને જવાબદાર ગણાવી હતી. બફેલો વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.  
લગભગ 50 વાહનો અથડાયા
ન્યૂયોર્કના ચીકટોવાગામાં બે લોકોના મોત થયા છે. ઓહાયોમાં તોફાન સંબંધિત વિવિધ ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. ઓહાયોમાં રોડ પર એક જગ્યાએ લગભગ 50 વાહનો અથડાયા હતા. વળી, ન્યૂયોર્કના એરી કાઉન્ટીમાં જુદા જુદા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે. મિઝોરી અને કેન્સાસમાં અલગ-અલગ જગ્યાએ ચાર લોકોના મોત થયા છે.
તાપમાનનો પારો -45 °C સુધી ગગડી ગયો
અમેરિકામાં રેકોર્ડબ્રેક ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં વાવાઝોડાના કારણે કેન્દ્રીય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. યુ.એસ.ના કેટલાક ભાગોમાં, નાતાલના બે દિવસ પહેલા તાપમાનનો પારો -45 °C સુધી ગગડી ગયો હતો, જેના કારણે નાગરિકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.