Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિ મંધાનાનો તોફાની અંદાજ, ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આપ્યો 156 રનનો ટાર્ગે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ગ્રુપ તબક્કાની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ માટે સ્મૃતી મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરુઆત અપાવી હતી. ઓપનર મંધાનાએ આજે તોફાની અંદાજમાં 87 રન બનાવ્યા હતા.  આ દરમિયાન તેને કેટલાક જીવતદાન મળ્યા હતા. આયર્લેન્ડà
સ્મૃતિ મંધાનાનો તોફાની અંદાજ  ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આપ્યો 156 રનનો ટાર્ગે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ગ્રુપ તબક્કાની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ માટે સ્મૃતી મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરુઆત અપાવી હતી. ઓપનર મંધાનાએ આજે તોફાની અંદાજમાં 87 રન બનાવ્યા હતા.  આ દરમિયાન તેને કેટલાક જીવતદાન મળ્યા હતા. આયર્લેન્ડના ફિલ્ડરોએ કેટલાક કેચ મંધાના છોડ્યા હતા.

Advertisement

હરમનપ્રીત કૌરે 20 બોલમાં 13 રન બનાવ્યા હતા
ટોસ જીત્યા બાદ ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 9.3 ઓવરમાં 62 રન જોડ્યા હતા. ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો 115 રનના કુલ સ્કોર પર લાગ્યો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર આઉટ થઈ ગઈ. હરમનપ્રીત કૌરે 20 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષ પણ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફરી હતી. આયર્લેન્ડના બોલરોની વાત કરીએ તો લૌરા ડેલનીએ શાનદાર બોલિંગ કરી હતી.

મંધાનાની શાનદાર ઈનીંગ

સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનીંગ રમી હતી. મંધાનાએ આક્રમક બેટિંગ કરીને ભારતીય ક્રિકેટ ચાહકોનુ દીલખુશ કરી દીધુ હતુ. તે શતક લગાવે એવી આશાઓ વ્યક્ત થઈ રહી હતી. પરંતુ આ દરમિયાન દરેક વખતની માફક તેને જીવત દાન મળ્યુ નહોતુ. ઈનીંગ દરમિયાન સ્મૃતિની જીવતદાન આપતા આયરીશ ફિલ્ડરોએ કેચ છોડ્યા હતા. મંધાનાએ 56 બોલમાં 87 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા જમાવ્યા હતા

Advertisement

લૌરા ડેલાનીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી
લૌરા ડેલાનીએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ગ્રુપ-બીની આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક કાગેબેહારામાં રમાઈ રહી છે. ભારતીય ટીમે સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ હવે 2 મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ભારતીય ટીમના 3 મેચમાં 4 પોઈન્ટ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement
Tags :
Advertisement

.