ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એપ્લિકેશન દ્વારા લોન લેતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો, જાણો શું બન્યું

અલગ-અલગ બનાવટી એપ્લિકેશન પરથી લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના યુવકે લોન ન ભરતા આરોપીએ યુવકની પત્નીનો અશ્લિલ ફોટો બનાવી વાયરલ કર્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.પોલીસે ગેરકાયદે ચાલતી આવી એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકવા કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઇન લોન ના ભરનારાને બ્લેકમેઇલ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જોગીન્દ્ર સિંહ કુશવàª
11:38 AM Apr 02, 2022 IST | Vipul Pandya
અલગ-અલગ બનાવટી એપ્લિકેશન પરથી લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના યુવકે લોન ન ભરતા આરોપીએ યુવકની પત્નીનો અશ્લિલ ફોટો બનાવી વાયરલ કર્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.પોલીસે ગેરકાયદે ચાલતી આવી એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકવા કાર્યવાહી હાથ ધરી હતી. 

ઓનલાઇન લોન ના ભરનારાને બ્લેકમેઇલ 
અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જોગીન્દ્ર સિંહ કુશવાહ નામના યુવકની ધરપકડ કરી છે. જોગીન્દ્ર મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો વતની છે અને સુરતના હજીરા ખાતે રહી નોકરી કરે છે.તે ઓનલાઈન લોન મેળવી પૈસા ન ભરનાર લોકોની માહિતી એકઠી કરી લોન ભરવા માટે મેસેજ કરી ધમકી પણ આપતો હતો, જેથી સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. આરોપીની પાસેથી એક લેપટોપ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. મોબાઈલમાંથી ચાઈનીઝ વેબસાઈટની લોન એપ્લિકેશનની ઘણી માહિતી મળી આવી છે.સાઇબર ક્રાઇમની તપાસ દરમિયાન આરોપી જોગીન્દ્ર એક સામાન્ય પ્યાદુ હોવાનુ સામે આવ્યુ છે, કારણ કે આ તમામ એપ્લિકેશન અન્ય દેશમાંથી ઓપરેટ થાય છે અને ત્યાંથી જ લોકો ને બ્લેકમેઇલ કરવામા આવે છે.

યુવકની પત્નીનો ફોટો મોર્ફ કર્યો 
બે દિવસ અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી કે HAND CASH, one loans, rupee go, shiny રૂપી, free cash, sweet loan, credit wallet, fast rupee, ag loan, minute cash, easy credit જેવી અલગ અલગ ઓનલાઈન એપ્લિકેશન પરથી ઓછા દરની લોન આપવામા આવે છે પરંતુ લોનની સાથે ફરિયાદી ઓના ફોન હેક કરી તમામ માહિતી મેળવી લેવામાં આવે છે. જો કોઈ લોન ન ભરે તો તેના પરિવાર અને મિત્ર વર્તુળમાં ફોન કરી ધમકી આપવામાં આવે છે. આ બનાવમાં ફરિયાદીની પત્નીનો ફોટો મોર્ફ કરી અશ્લિલ ફોટા બનાવી વાયરલ કરવામાં આવ્યા હતા. જે અંગે સાઇબર ક્રાઇમને ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો હકતો. 
આવી એપ્લિકેશનનો ભોગ બનો તો પોલીસનો સંપર્ક કરો 
સૌથી મહત્વની વાત એ છે કે, online અને તાત્કાલિક લોન આપતી આ એપ્લિકેશનોની ક્યાંય નોંધણી થતી નથી સાથે આરબીઆઇના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે. સાઇબર ક્રાઇમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, આવી એપ્લિકેશન થકી જો ભોગ બન્યા હોય તો સાઇબર ક્રાઇમનો સંપર્ક કરવો
Tags :
CybercrimeGujaratFirstonlineloan
Next Article