Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદીની અસર ઈ-કોમર્સ કંપનીમાં મળી જોવા, એમેઝોન કરશે પોતાના 18,000 કર્મચારીઓને બરતરફ

સમગ્ર વિશ્વમાં મંદી ચાલી રહી છે. જેના કારણે લોકોની નોકરીઓ પર જોખમ શરૂ થઇ ગયું છે. ટ્વિટર અને મેટા બાદ હવે ટેક કંપનીઓની દુનિયા ફરી એકવાર સંકટમાં હોય તેવા સમાચાર છે. ત્યારે, જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોનમાંથી 18,000 કર્મચારીઓની છટણી કરવામાં આવનાર છે. કંપનીના CEO એન્ડી જેસીએ બુધવારે જાહેર કર્મચારી નોટ જારી કરીને આની જાહેરાત કરી હતી. અગાઉ એમેઝોન તરફથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરવામાં
મંદીની અસર ઈ કોમર્સ કંપનીમાં મળી જોવા  એમેઝોન કરશે પોતાના 18 000 કર્મચારીઓને બરતરફ
સમગ્ર વિશ્વમાં મંદી ચાલી રહી છે. જેના કારણે લોકોની નોકરીઓ પર જોખમ શરૂ થઇ ગયું છે. ટ્વિટર અને મેટા બાદ હવે ટેક કંપનીઓની દુનિયા ફરી એકવાર સંકટમાં હોય તેવા સમાચાર છે. ત્યારે, જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોનમાંથી 18,000 કર્મચારીઓની છટણી કરવામાં આવનાર છે. કંપનીના CEO એન્ડી જેસીએ બુધવારે જાહેર કર્મચારી નોટ જારી કરીને આની જાહેરાત કરી હતી. અગાઉ એમેઝોન તરફથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે તે વધારીને 18,000 કરવામાં આવી છે.
આ પહેલા 10,000 કર્મચારીઓને નીકાળવાની હતી જાહેરાત
આજે સમગ્ર દુનિયા મંદીનો માર સહન કરી રહી છે. ત્યારે આર્થિક અનિશ્ચિતતાની અસર હવે મોટી કંપનીઓ સુધી પહોંચી રહી છે. પછી ભલે તે ફેસબુક હોય કે ટ્વીટર જેવી દિગ્ગજ કંપનીઓ, જેણે પોતાના કર્મચારીઓની છટણી કરી છે. હવે એમેઝોન પણ આમાં અપવાદ નથી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તે આર્થિક અનિશ્ચિતતાના કારણે 18,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા એમેઝોને 10,000 કર્મચારીઓને બહાર નીકાળવાની જાહેરાત કરી હતી. 
Advertisement

શું કહે છે કંપનીના CEO એન્ડી જેસી?
કંપનીના CEO એન્ડી જેસીએ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, નવેમ્બરમાં કર્મચારીઓની છટણી બાદ હવે અમે છટણી અંગેની માહિતી શેર કરી રહ્યા છીએ. અમે લગભગ 18,000 કર્મચારીઓની છટણી કરવાના છીએ. ઘણી ટીમો તેનાથી પ્રભાવિત છે. મોટાભાગની છટણી એમેઝોન સ્ટોર, PXT સંસ્થામાં કરવામાં આવશે.
સૌથી મોટી છટણી
વર્તમાન મંદીમાં એમેઝોન દ્વારા 18,000 કર્મચારીઓની છટણી એ અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં 15 લાખથી વધુ કર્મચારીઓ એમેઝોન સાથે જોડાયેલા હતા. આ છટણીનો અર્થ એ છે કે કુલ કર્મચારીઓના લગભગ 1 ટકાની છટણી થશે. જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વમાં એમેઝોનના લગભગ 3,50,000 કોર્પોરેટ કર્મચારીઓ છે.
વિશ્વભરમાં હોબાળો
છટણીને લઈને દુનિયાભરની ટેક કંપનીઓમાં હોબાળો ચાલી રહ્યો છે. Twitter, Meta, Amazon અને HP Inc દ્વારા કુલ 6 હજાર લોકોની નોકરીઓ જોખમમાં છે. વળી, પેપ્સિકોએ પણ છટણીની જાહેરાત કરી છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી છટણી માત્ર ટેક અને કેટલીક મોટી કંપનીઓ સુધી જ છે. જોકે આ આધારે ભારતમાં છટણીની શક્યતા ઓછી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.