Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબમાં કોંગ્રેસની હાર બાદ સિદ્ધુનું ફક્ત બે લાઇનમાં સોનિયા ગાંધીને રાજીનામું

હાલમાં પુરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને તમામ પાંચેય રાજ્યોમાં હોરનો સામનો કરવો પડ્યો છે. ખરાબ રીતે હાર્યા બાદ ગઇ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પાંચેય રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના રાજીનામા માંગ્યા હતા. આ પાંચેય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. ત્યારે આજે સવારે જ નવોજત સિંહુ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી à
પંજાબમાં કોંગ્રેસની હાર બાદ સિદ્ધુનું ફક્ત બે લાઇનમાં સોનિયા ગાંધીને રાજીનામું
Advertisement
હાલમાં પુરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને તમામ પાંચેય રાજ્યોમાં હોરનો સામનો કરવો પડ્યો છે. ખરાબ રીતે હાર્યા બાદ ગઇ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પાંચેય રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના રાજીનામા માંગ્યા હતા. આ પાંચેય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. ત્યારે આજે સવારે જ નવોજત સિંહુ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.

માત્રે બે લાઇનનું રાજીનામું
પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યુ છે. માત્રે બે લાઇનમાં તેમણે પોતાનું રાજીનામું લખ્યું છે. પોતાનું આ રાજીનામુ તેમણે ટ્વિટર પર પણ શેર કર્યુ હતું. રાજીનામામાં લખ્યું છે કે ‘અધ્યક્ષ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી. આદરણીય મેડમ, અધ્યક્ષ પદેથી હું રાજીનામું આપુ છું.’ રાજીનામાની તસવીર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ‘કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા મુજબ મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે...’.
સતત વિવાદોમાં સિદ્ધુ
ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી સિદ્ધુ સતત વિવાદોમાં છે. કેપ્ટન અમરિંદર સિંહ બાદ તત્કાલીન સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે પણ તેમનો વિવાદ થયો હતો. ત્યારાબાદ હવે પક્ષની હાર બાદ તેમને રાજીનામુ આપવાની ફરજ પડી છે. એટલે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા સિદ્ધુ આઠ મહિના સુધી પણ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી શક્યા નથી. એવું માનવામાં આવે છે કે પંજાબમાં કોંગ્રેસ અને સોનિયાને સિદ્ધુ મોડલ પસંદ નહોતું.
Advertisement
Tags :
Advertisement

.

×