Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિદ્ધુ મૂસેવાલા તેના ગીતોમાં હથિયાર બતાવી અમને ચેલેન્જ કરતો હતો : લોરેન્સ બિશ્નોઇ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. મૂસેવાલા હત્યા કેસના મુખ્ય માસ્ટર માઇન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પોલીસને જણાવ્યું કે સિદ્ધુના માત્ર તેની વિરોધી ગેંગ સાથે જોડાયેલો હતો પણ તે પોતાના ગીતોમાં અને ગીતોમાં હથિયારો બતાવીને તેમને લગાતાર ચેલેન્જ કરતો હતો. સુત્રોએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઇ તિહાર જેલમાંથી લગાતાર ફોનનો ઉપયોગ કરતો હતો. જેલમાંથી
સિદ્ધુ મૂસેવાલા તેના ગીતોમાં હથિયાર બતાવી અમને ચેલેન્જ કરતો હતો    લોરેન્સ બિશ્નોઇ
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. મૂસેવાલા હત્યા કેસના મુખ્ય માસ્ટર માઇન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પોલીસને જણાવ્યું કે સિદ્ધુના માત્ર તેની વિરોધી ગેંગ સાથે જોડાયેલો હતો પણ તે પોતાના ગીતોમાં અને ગીતોમાં હથિયારો બતાવીને તેમને લગાતાર ચેલેન્જ કરતો હતો. 
સુત્રોએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઇ તિહાર જેલમાંથી લગાતાર ફોનનો ઉપયોગ કરતો હતો. જેલમાંથી ફોન દ્વારા તે ગોલ્ડીથી વાતચીત કરતો હતો કે કોને ધમકી આપવાની છે અને કેની પાસેથી વસૂલી કરવાની છે અને ગોળી કોની પર ચલાવાની છે. આ બધું લોરેન્સ ફોન પર જ નક્કી કરતો હતો. મૂસેવાલાના મર્ડરના બે માસ પહેલાં સુધી જેલમાં બંધ રહેલા લોરેન્સને કેનેડામાં બેઠેલા ગોલ્ડી સાથે વાત થતી હતી. 
પંજાબના સૌથી મોટા ગેંગસ્ટર પૈકીના એક ડ્રગ માફિયા જગ્ગુ ભગવાનપુરીયા પણ તિહાર જેલમાં લોરેન્સ સાથે જ બંધ હતો. ભગવાનપુરીયાને પોલીસે કસ્ટડીમાં લઇને પૂછપરછ કરતાં તેણે કહ્યું કે 22 ફેબ્રુઆરી સુધી તે જેલમાં લોરેન્સ સાથે હતો અને લગાતાર કેનેડામાં બેઠેલા ગોલ્ડીના ફોન તેની ઉપર અને લોરેન્સ પર આવતા હતા અને અમારી વાતચીત થતી હતી. જગ્ગુએ કહ્યું કે ત્યાર બાદ તેને અને લોરેન્સને અલગ અલગ બેરેકમાં બંધ કરી દેવાયા હતા. 
જગ્ગૂ ભગવાનપુરીયાએ ખુલાસો કર્યો કે ગોલ્ડીએ એક વાર પાકિસ્તાનમાંથી મારા માટે 50 પિસ્તોલ મંગાવી હતી. જે શૂટરોને આપવાની હતી. પણ પોલીસે પકડી લીધો હતો. ગોલ્ડી જ હથિયારોની સપ્લાય કરે છે. જેલમાં લગાતાર ફોનનો ઉપયોગ કરવાની માહિતી બાદ લોરેન્સને માર્ચમાં જેલ નંબર 8 માં શિફ્ટ કરી દેવાયો હતો. 
મૂસેવાલાની હત્યા માટે લોરેન્સે એવું પ્લાનીંગ કર્યું કે તે ફિલ્મી સ્ક્રીપ્ટથી ઓછી ન હતી. પ્લાનીંગ એવું હતું કે તપાસ એજન્સી પણ ચકમો ખાઇ જાય. લોરેન્સે ગોલ્ડી બરાડની મદદથી તેના ભાઇ અનમોલને યુરોપ મોકલી દીધો હતો.  ભાઇ અને ભાણીયાને ફરાર કરી દેવાનો ઉદ્દેશ્ય એ હતો કે પોલીસ બંનેને પકડી ના શકે. ત્યારબાદ લોરેન્સ અને ગોલ્ડીએ સિદ્ધૂને મારવાનો પ્લાન બનાવ્યો હતો. 
લોરેન્સે પોલીસની પૂછપરછમાં કહ્યું કે વિક્કી મિદદ્દુખેડાની હત્યા બાદથી જ મૂસેવાલાની રેકી કરાઇ રહી હતી પણ સિદ્ધુ પાસે સુરક્ષા હોવાથી તે બચી શક્યો હતો. એક વાર એવો પણ પ્લાન બનાવ્યો કે સિદ્ધુને ઘરમાં ઘુસીને મારવામાં આવે, 
Advertisement
Tags :
Advertisement

.