Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાટનગરમાં બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો, સુરક્ષા સામે મોટો સવાલ

ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યા નેતાઓના નિવાસસ્થાન છે તે જ શહેરમાં એક ગાડીમાંથી હથિયાર મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર,  સરગાસણમાં બિનવારસી કાર મૂકીને ડ્રાઈવર નાસી છૂટયો છે. ત્યારે સવાલ એ થાય કે બિનવારસી હથિયારનો કોણ છે વારીસ ? ...
પાટનગરમાં બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો  સુરક્ષા સામે મોટો સવાલ

ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યા નેતાઓના નિવાસસ્થાન છે તે જ શહેરમાં એક ગાડીમાંથી હથિયાર મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર,  સરગાસણમાં બિનવારસી કાર મૂકીને ડ્રાઈવર નાસી છૂટયો છે. ત્યારે સવાલ એ થાય કે બિનવારસી હથિયારનો કોણ છે વારીસ ? 

Advertisement

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારોબાર રાઈફલના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચા, પિસ્ટલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ, રિવોલ્વર, કાર્ટિજ વગેરે સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે. કારમાંથી કુલ 4 હથિયાર અને 300 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા છે.

સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં GJ 1 RJ 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા. તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં હથિયારોનો જથ્થો જોવા મળ્યો હતો. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી.

Advertisement

રાજ્યના સુરક્ષિત ગણાતાં ગાંધીનગરમાં બિનવારસી કાર, હથિયાર અને 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પહોંચ્યો કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. કારણકે પાટનગર સુધી જો હથિયાર પહોંચી શકતા હોય તો રાજ્યમાં આ સુરક્ષા સામે મોટો સવાલ છે.

આ પણ વાંચો - ભાજપના ધારાસભ્યનો ભગો, શિવાજીનો ફોટો અને મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.