Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિદ્ધુ મૂસેવાલાના પિતાને મારી નાખવાની મળી ધમકી, પાકિસ્તાનમાંથી કરી પોસ્ટ

સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સિદ્ધુ મૂસેવાલાના પિતાને એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. એ ધમકીમાં લખેલું છે – બાપુનો આગામી નંબર. સિદ્ધુ મૂસેવાલાના પિતાના જણાવ્યા અનુસાર, ગાયકના કેટલાક મિત્રોએ તેમને કહ્યું કે પાકિસ્તાન તરફથી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ જ પોસ્ટમાં આ ધમકી આપવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે. આગળનો નંબà
સિદ્ધુ મૂસેવાલાના
પિતાને મારી નાખવાની મળી ધમકી  પાકિસ્તાનમાંથી કરી પોસ્ટ

સિંગર સિદ્ધુ
મૂસેવાલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સિદ્ધુ મૂસેવાલાના
પિતાને એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. એ ધમકીમાં લખેલું છે
બાપુનો આગામી નંબર. સિદ્ધુ મૂસેવાલાના પિતાના જણાવ્યા અનુસાર,
ગાયકના કેટલાક મિત્રોએ તેમને કહ્યું કે
પાકિસ્તાન તરફથી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ જ પોસ્ટમાં આ ધમકી
આપવામાં આવી છે.

Advertisement


ઇન્સ્ટાગ્રામ પર
લખ્યું છે. આગળનો નંબર બાપુનો છે. મૂસેવાલાના પિતાએ આ ધમકી અંગે પોલીસને જાણ કરી
છે અને વધુ તપાસ ચાલુ છે. અત્યારે તો આ સમગ્ર મામલે પાકિસ્તાની એંગલ પર આવવું બહુ
મોટી વાત છે. અગાઉ જે પણ તપાસ કરવામાં આવી છે તેમાં આ કેસ માત્ર ગેંગસ્ટર ગોલ્ડી
બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ પૂરતો જ સીમિત રહ્યો છે. પરંતુ હવે જો સિદ્ધુ
મૂસેવાલાના પિતાને પાકિસ્તાન તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળે છે તો પોલીસ માટે
આ મામલો વધુ પેચીદો બની શકે છે.

Advertisement

જો કે, મૂસેવાલા હત્યા કેસમાં નાટકીય વળાંક આવ્યો જ્યારે પંજાબ પોલીસે
અટારીમાં એન્કાઉન્ટરમાં સિંગરના બંને હત્યારાઓને ઠાર કર્યા. ગેંગસ્ટર જગરૂપ સિંહ
રૂપા અને મનપ્રીત સિંહ પન્નુ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તે એન્કાઉન્ટર
પછી
, મૃતકોની ઓળખ કરવા માટે 2 પ્રત્યક્ષદર્શીઓને
અટારી બોલાવવામાં આવ્યા હતા. આ બંને પ્રત્યક્ષદર્શી એ જ હતા જેઓ ઘટના સમયે સિદ્ધુ
સાથે થાર કારમાં બેઠા હતા. બંને પ્રત્યક્ષદર્શીઓને શૂટરનો મૃતદેહ બતાવવામાં આવ્યો
હતો અને મૃતકોની ઓળખ થઈ હતી.

 

Advertisement

 અત્રે એ પણ
જાણવું જરૂરી છે કે જગરૂપસિંહ રૂપા એક જુનો ગુનેગાર છે. એન્કાઉન્ટર બાદ પોલીસે
તેની સંપૂર્ણ કુંડળી કાઢી લીધી છે. જણાવવામાં આવ્યું છે કે જગરૂપ રૂપા વિરુદ્ધ કુલ
9
FIR નોંધવામાં આવી છે. ચોરીના આ 7 કેસમાં આર્મ્સ
એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા પણ મુસેવાલા હત્યા કેસની તપાસ
દરમિયાન પોલીસે ઘણા મોટા ગુનેગારોની ધરપકડ કરી છે. 
પરંતુ સિંગરના
પિતાને કોણે ધમકી આપી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. મુસેવાલાના મિત્રો ચોક્કસપણે આ
ધમકીનું પાકિસ્તાન કનેક્શન કહી રહ્યા છે
, પરંતુ પોલીસે આ
અંગે વધુ ખુલીને વાત કરી નથી. હાલ તપાસ ચાલી રહી છે
, ત્યારબાદ જ કંઈક સ્પષ્ટ થશે.

Tags :
Advertisement

.