Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની નકલ કરી સમાચારમાં બની રહેતા શ્યામ રંગીલા AAPમાં જોડાયા

રાજસ્થાનના રહેવાસી અને મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. શ્યામ રંગીલાને મોટાભાગના લોકો વડાપ્રધાન મોદીની નકલ કરવાના કારણે જાણે છે. તે ઘણીવાર PM મોદીની નકલ કરીને જ સમાચારમાં બની રહે છે. કોમેડિયન શ્યામ રંગીલાએ હવે તેના જીવનની બીજી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. તેમણે હવે રાજનીતિક પાર્ટીમાં પોતાનો પગ જમાવવાનું નક્કી કરી લીધું છે. ગઈકાલે ગુરુવારના રોજ, તેમણે ટà«
pm મોદીની નકલ કરી સમાચારમાં બની રહેતા શ્યામ રંગીલા aapમાં જોડાયા
રાજસ્થાનના રહેવાસી અને મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. શ્યામ રંગીલાને મોટાભાગના લોકો વડાપ્રધાન મોદીની નકલ કરવાના કારણે જાણે છે. તે ઘણીવાર PM મોદીની નકલ કરીને જ સમાચારમાં બની રહે છે. 
કોમેડિયન શ્યામ રંગીલાએ હવે તેના જીવનની બીજી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. તેમણે હવે રાજનીતિક પાર્ટીમાં પોતાનો પગ જમાવવાનું નક્કી કરી લીધું છે. ગઈકાલે ગુરુવારના રોજ, તેમણે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી અને જણાવ્યું હતું કે, તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને તે પછી આજે તેમણે દિલ્હીની શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સની મુલાકાત લીધી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ AAPમાં જોડાશે. મહત્વનું છે કે, મિમિક્રી આર્ટિસ્ટ અને યુટ્યુબર શ્યામ રંગીલા રાજસ્થાનના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રીના કારણે તે વિવાદો અને હેડલાઈન્સમાં બની રહે છે, પરંતુ હવે તેમણે રાજકારણીઓની મિમિક્રી કરતા રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે. તેમણે આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યાો છે. 
Advertisement

ગુરુવારે રાજસ્થાન ચૂંટણી પ્રભારી વિનય મિશ્રાએ રંગીલા અને કોમેડિયન ખ્યાલીને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ભાવુક થઈ ગયેલા શ્યામ રંગીલાએ કહ્યું કે, તેમણે વર્ષ 2014માં પણ મોદીજી માટે વોટ માંગ્યા હતા, પછી તેમણે પરિવર્તન માટે વોટ માંગ્યા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ફરીથી પરિવર્તન માટે વોટ માંગશે. શ્યામ મનકઠેરી ગામમાં જ 8માં ધોરણ સુધી ભણ્યા હતા. ત્યારબાદ બારમાં ધોરણ સુધી સુરતગઢમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે 2012-15 સુધી જયપુરમાં એનિમેશન કોર્સ કર્યો. શ્યામે બાળપણમાં કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. તેથી જ તેણે અભ્યાસના દિવસોથી જ મિમિક્રી કરવાનું શરૂ કર્યું. શ્યામ રંગીલા, જે હવે ઈન્ટરનેટ જગતમાં મિમિક્રી આર્ટિસ્ટ તરીકે જાણીતા છે, તે એક ભારતીય કોમેડિયન છે.
Tags :
Advertisement

.