Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરનાર શ્રેયસ ઐયરે ICC રેન્કિંગમાં 27 સ્થાનની લગાવી છલાંગ

જ્યારે પણ T20ની વાત આવે છે ત્યારે તેમાં ભારતના બેટ્સમેનોનો દબદબો જોવા મળે જ છે. IPLની વાત કરીએ કે ઈન્ટરનેશનલ ટીમની, ભારતીય બેટ્સમેન દરેક જગ્યાએ છે. હાલની વાત કરીએ તો શ્રેયસ અય્યરને તેના શાનદાર પ્રદર્શન માટે ICC તરફથી ભેટ મળી છે. નવીનતમ ICC રેન્કિંગમાં, અય્યરે 27 સ્થાનની છલાંગ લગાવી છે. શ્રીલંકા સીરિઝ બાદ ઐયર 27માં નંબરથી 18માં નંબર પર પહોંચી ગયો છે.શ્રીલંકા સામેની T20 સીરિઝથી કોઇ ખેલાડીને સૌથી à
શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરનાર શ્રેયસ ઐયરે icc રેન્કિંગમાં 27 સ્થાનની લગાવી છલાંગ
જ્યારે પણ T20ની વાત આવે છે ત્યારે તેમાં ભારતના બેટ્સમેનોનો દબદબો જોવા મળે જ છે. IPLની વાત કરીએ કે ઈન્ટરનેશનલ ટીમની, ભારતીય બેટ્સમેન દરેક જગ્યાએ છે. હાલની વાત કરીએ તો શ્રેયસ અય્યરને તેના શાનદાર પ્રદર્શન માટે ICC તરફથી ભેટ મળી છે. નવીનતમ ICC રેન્કિંગમાં, અય્યરે 27 સ્થાનની છલાંગ લગાવી છે. શ્રીલંકા સીરિઝ બાદ ઐયર 27માં નંબરથી 18માં નંબર પર પહોંચી ગયો છે.
શ્રીલંકા સામેની T20 સીરિઝથી કોઇ ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે શ્રેયસ ઐયર જ છે. જીહા, આ ખેલાડીએ T20 સીરિઝની ત્રણેય મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. જેનું ફળ તેને ICC T20 રેેકિંગમાં જોવા મળ્યું છે. આ સીરિઝમાં શ્રેયસ ઐયરે બેટ વડે સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આટલું જ નહીં તે આ T20 સીરિઝમાં અજેય રહ્યો હતો. તે ત્રણ મેચમાં એક વખત પણ આઉટ થયો નથી અને આનાથી તેને ICC T20I રેન્કિંગમાં ફાયદો થયો છે, જ્યાં તેણે સાપ્તાહિક અપડેટમાં 27 સ્થાનની છલાંગ લગાવી છે.
Advertisement

ભારતીય ટીમે શ્રીલંકાને 3-0થી હરાવ્યું અને તે પછી ICCએ T20I રેન્કિંગ અપડેટ કર્યું. આ દર્શાવે છે કે શ્રેયસ ઐય્યરે આ શ્રેણી બાદ 27 સ્થાનની છલાંગ લગાવી છે. 27 વર્ષીય શ્રેયસ અય્યરે શ્રીલંકા સામે 174ના સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે તે પ્રથમ વખત ICC T20 રેન્કિંગમાં ટોપ 20માં પહોંચી ગયો છે. તે હાલમાં 18માં સ્થાને છે. શ્રીલંકા સામેની T20I શ્રેણી પહેલા ICC T20I રેન્કિંગમાં તે 45માં ક્રમે હતો.

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ ત્રણ સ્થાનનો ફાયદો ઉઠાવીને 17માં સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના પથુમ નિસાંકાએ બીજી મેચમાં 75 રન બનાવ્યા, જેના આધારે તે ટોપ 10માં સામેલ છે. વળી, વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 શ્રેણી અને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયું હતું અને તેણે હાર સહન કરવી પડી છે. હવે  આ દેશ ટોપ 10માંથી 15માં સ્થાને સરકી ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.