શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ થશે, કોર્ટે આપી મંજૂરી
દિલ્હી પોલીસે (Delhi Police) સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યાકાંડના (Shraddha Murder Case) આરોપી આફતાબના (Aftab) પોલીગ્રાફી ટેસ્ટ માટે એક અરજી કરી હતી. દિલ્હી પોલીસના સુત્રો પ્રમાણે કોર્ટે સોમવારે પોલીગ્રાફી ટેસ્ટની મંજુરી આપી દીધી છે. આ સાથે જ આફતાબના નાર્કો ટેસ્ટ પહેલા જે પોલીગ્રાફી ટેસ્ટ માટે મંજૂરી બાકી હતી કે મળી ગઈ છે. જોકે આ ટેસ્ટ ક્યારે થશે એ હજુ સ્પષ્ટ નથી થયું.આ સિવાય દિલ્હી પોલીસને (Delhi Police) અત્યાર સà
03:44 PM Nov 21, 2022 IST
|
Vipul Pandya
દિલ્હી પોલીસે (Delhi Police) સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યાકાંડના (Shraddha Murder Case) આરોપી આફતાબના (Aftab) પોલીગ્રાફી ટેસ્ટ માટે એક અરજી કરી હતી. દિલ્હી પોલીસના સુત્રો પ્રમાણે કોર્ટે સોમવારે પોલીગ્રાફી ટેસ્ટની મંજુરી આપી દીધી છે. આ સાથે જ આફતાબના નાર્કો ટેસ્ટ પહેલા જે પોલીગ્રાફી ટેસ્ટ માટે મંજૂરી બાકી હતી કે મળી ગઈ છે. જોકે આ ટેસ્ટ ક્યારે થશે એ હજુ સ્પષ્ટ નથી થયું.
આ સિવાય દિલ્હી પોલીસને (Delhi Police) અત્યાર સુધીમાં લગભગ 13 હાડકાં અને જડબાંનો ભાગ મળ્યો છે. આ બધુ જ તપાસ માટે CFSL મોકલી દેવામાં આવ્યું છે. આફતાબના નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ FSLમાં કરાવવામાં આવશે. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, પોતાની લિન-ઈન-પાર્ટનરની હત્યા કરીને અને તેના શરીરના 35 ટુકડા કર્યાંની વાત કબૂલનારો આફતાબ સવાલોના ભ્રામક જવાબ આપી રહ્યો હતો.
ગત ગુરૂવારે કોર્ટે રોહિણીની ફોરેન્સિક સાઈન્સ લેબોરેટરીને પાંચ દિવસોની અંદર આફતાબના નાર્કો ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો હતો. ગુરૂવારે કોર્ટે આરોપીની પોલીસ કસ્ટડી 5 દિવસ સુધી વધારી હતી. જોકે કોર્ટે કેસમાં તપાસ અધિકારીને આરોપી પર થર્ડ-ડિગ્રીનો ઉપયોગ નહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શું છે પોલીગ્રાફી ટેસ્ટ?
પોલીગ્રાફી ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ખોટુ બોલનારને પકડવાની ટેક્નોલોજી છે. જેમાં આરોપી કે સંબંધિત શખ્સની પુછપરછ થતી હોય અને જ્યારે તે જવાબ આપે છે તે સમયે એક ખાસ મશીનની સ્કીન પર અનેક ગ્રાફ બને છે. પલ્સ, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરમાં ફેરફારના આધારે ગ્રાફ ઉપરનીચે થાય છે અને આરોપી જવાબ સાચો આપે છે કે ખોટો તેનું નિષ્ણાંતો દ્વારા આકલન કરવામાં આવે છે. ભારતમાં પોલિગ્રાફી ટેસ્ટ કોઈના પર કરવા માટે કોર્ટની મંજુરી અનિવાર્ય હોય છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article