Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફતાબે શ્રદ્ધાના શરીરના કર્યા હતા 35 ટુકડા, દરરોજ બે ટુકડાઓને કરતો હતો સગેવગે

દિલ્હી પોલીસે મહેરૌલી (Mehrauli) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ છ મહિના પહેલા થયેલી હત્યાના કેસ ઉકેલી નાંખ્યો છે..આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ આફતાબ (Aftab) છે. આફતાબ પર 26 વર્ષની શ્રદ્ધા નામની યુવતીની હત્યાનો આરોપ (Shraddha Murder Case) છે. બંને દિલ્હીમાં રહેતા હતા.35 ટુકડા કરી ફ્રિઝમાં મુકી દીધા પોલીસનું કહેવું છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના લગભગ 35 ટુકડા કરી ન
આફતાબે શ્રદ્ધાના શરીરના કર્યા હતા 35 ટુકડા  દરરોજ બે ટુકડાઓને કરતો હતો સગેવગે
દિલ્હી પોલીસે મહેરૌલી (Mehrauli) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ છ મહિના પહેલા થયેલી હત્યાના કેસ ઉકેલી નાંખ્યો છે..આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ આફતાબ (Aftab) છે. આફતાબ પર 26 વર્ષની શ્રદ્ધા નામની યુવતીની હત્યાનો આરોપ (Shraddha Murder Case) છે. બંને દિલ્હીમાં રહેતા હતા.
35 ટુકડા કરી ફ્રિઝમાં મુકી દીધા 
પોલીસનું કહેવું છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના લગભગ 35 ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓ તે ફ્રીજમાં રાખતો હતો, આ માટે આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું. 18 દિવસ સુધી દરરોજ સવારે જાગીને તે દરરોજ બે-બે ટુકડાઓ ફેંકી આવતો હતો.આ ઉપરાંત તે આસપાસના લોકોથી મૃતદેહની દુર્ગંધ છુપાવવા માટે અગરબત્તીઓનો ઉપયોગ કરતો હતો.
એક વર્ષ પહેલા મુંબઇથી દિલ્હી શિફ્ટ થયા હતા 
મહેરૌલી પોલીસ (Mehrauli Police) ના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા અને આફતાબ એક વર્ષ પહેલા મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા. 26 વર્ષની શ્રદ્ધા મુંબઈના મલાડની રહેવાસી હતી. અહીં તે એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરમાં કામ કરતા હતા. અહીં જ બંનેની મુલાકાત થઈ હતી.જે પછી બંને પ્રેમમાં પડ્યા હતા, પરંતુ પરિવારના સભ્યો તેમના સંબંધોથી નાખુશ હતા. આ કારણે બંને મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગયા અને મેહરૌલીમાં ફ્લેટમાં રહેવા લાગ્યા.
આફતાબે કહ્યું શ્રદ્ધા લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી 
આફતાબે પોલીસને આપેલા નિવેદન મુજબ, શ્રદ્ધા તેને સતત લગ્ન માટે દબાણ કરી રહી હતી. 18 મેના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તે દરરોજ રાત્રે 2 વાગે ઘરેથી નીકળી જતો હતો અને તે ટુકડાઓ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી આવતો
લાંબા સમય સુધી કોઇ અપડેટ ન મળતા શ્રદ્ધાના પરિવારજનો હરકતમાં આવ્યા 
આફતાબે શરીરના ટુકડા કરવા માટે કરવતનો ઉપયોગ કર્યો હતો. તેણે પહેલા તેના હાથના ત્રણ ટુકડા કર્યા. આ પછી, પગના પણ ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. આ પછી, તે દરરોજ તેમને બેગમાં મૂકીને ફેંકી દેવા માટે લઈ જતો.18 મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જેના કારણે તેના પરિવારજનોની ચિંતા વધી હતી અને પિતા વિકાસ મદન પુત્રીની હાલત જાણવા 8 નવેમ્બરે દિલ્હી પહોંચ્યા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ઘરે તાળું હતું. જે બાદ તેમણે મહેરૌલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.. પોલીસે ફરાર આફતાબને ગણતરીના કલાકો માં જ ઝડપી લીધો હતો 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.