Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેતીચોરને રોકનારા બે પોલીસ કર્મચારીઓ પર પાવડાથી હુમલો !

પોરબંદરના (Porbandar) છાંયા વિસ્તારમાં આવેલા મારૂતિનગરમાં ગઈકાલે સવારે બે પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો, આ બનાવમાં ફરજમાં રૂકાવટ કરી માર મારનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાજનભાઈ રામશીભાઈ વરૂએ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ નોંધાઈજેમાં જણાવ્યા મુજબ તેઓ કમલાબાગ પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. ગઈકાલà
રેતીચોરને રોકનારા બે પોલીસ કર્મચારીઓ પર પાવડાથી હુમલો
પોરબંદરના (Porbandar) છાંયા વિસ્તારમાં આવેલા મારૂતિનગરમાં ગઈકાલે સવારે બે પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો, આ બનાવમાં ફરજમાં રૂકાવટ કરી માર મારનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાજનભાઈ રામશીભાઈ વરૂએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જેમાં જણાવ્યા મુજબ તેઓ કમલાબાગ પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તા. 23ના રોજ સવારના સમયે તેઓ નિખીલભાઈ ઘેલાભાઈ વાઘ નામના પોલીસ કર્મચારી સાથે છાંયા મારૂતિનગર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલગ કરી રહ્યા હતા ત્યારે એક મકાન બહાર દરિયાઈ રેતી ભરેલી રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતા ત્યાં પહોંચી તપાસ હાથ કરી હતી.
હુમલો કરી ફરાર
જેમાં છકડો રીક્ષામાંથી દરિયાઈ રેતી ખાલી કરી રહેલા પ્રતાપ માંડણભાઈ ખિસ્તરીયા નામના શખ્સની રેતી બાબતે પૂછપરછ કરતા પ્રતાપે "આ રીક્ષા મારી છે” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. ગાળો બોલવાની ના પાડતા પ્રતાપે લાકડાના બળતણ વડે બન્ને પર હુમલો કર્યો હતો. તો માંડણે પણ ઝપાઝપી કરી બન્નેને રોકી રાખ્યા હતા. આ દરમિયાન રેતી ભરવાનો પાવડો હવામાં વીંઝીને સાજનભાઈને ઈજા પહોંચાડી હતી, અને ત્યારબાદ રેતી ભરેલી રીક્ષા લઈને પ્રતાપ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સારવાર માટે ખસેડાયા
આથી આ બનાવની જાણ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી ત્યારે ત્યાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કોઈ સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે માંડણભાઈ ખિસ્તરીયાને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા તો હુમલાના આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા સાજનભાઈ તથા નિખીલભાઈને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ફરજ રૂકાવટની ફરિયાદ
આ બનાવ અંગે હુમલાખોર પિતા-પુત્ર સામે પોલીસ મથકમાં રાજ્ય સેવક તરીકે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવાનો તેમજ હથીયારબંધી જાહેરનામા ભંગ સહિત હુમલો કરવા અંગે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.