Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં કોરોના વેકસીનની અછત, તંત્રની બેદકારી સામે આવી

ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમએ આજે ભુજ તાલુકાના મીરજાપરના પેટા આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી હતી જોકે સવારે 11:00 વાગે આ આરોગ્ય કેન્દ્રમાં તાળાં જોવા મળ્યા હતા બીજી તરફ ભુજ શહેરના વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં આવેલા ભુજ શહેરી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાં વેક્સિન ન ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધà
કચ્છમાં કોરોના વેકસીનની અછત  તંત્રની બેદકારી સામે આવી
ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમએ આજે ભુજ તાલુકાના મીરજાપરના પેટા આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી હતી જોકે સવારે 11:00 વાગે આ આરોગ્ય કેન્દ્રમાં તાળાં જોવા મળ્યા હતા બીજી તરફ ભુજ શહેરના વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં આવેલા ભુજ શહેરી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી 
જ્યાં વેક્સિન ન ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી ત્યારે જિલ્લામાં જોવા જઈએ તો હાલમાં વેક્સિન ઉપલબ્ધ ન હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તમામ પ્રાથમિક સામુહિક તેમજ પેટા આરોગ્ય કેન્દ્રમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી બની રહે છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે  તેવી  સાવચેતી  રાખવી  જોઈએ. 
કચ્છમાં રસીકરણમાં લોકોએ ઓછો રસ લેતા થોડો સમય અગાઉ રસીનો જથ્થો પરત કરાયો હતો. પરંતુ હવે લોકો રસી ઉપલબ્ધ કેમ નથી તેવા સવાલો કરી રહ્યા છે કોવેક્સિન 750 ડોઝ કચ્છમાં છે જે દર ગુરુવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારના સમય અપાય છે એક વાયલમાં 10 ડોઝ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું . 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.