Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજમાં મળી આવેલા યુવતીના મૃતદેહ કેસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો, જાણો

એક મહિના પૂર્વે ભુજની (Bhuj) ભાગોળે લક્કીવાળી ચાડી પાસેથી કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં અનેક તર્કવિતર્ક વચ્ચે મોતનું કારણ જાણવા માટે મૃતદેહને જામનગર (Jamnagar) ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં યુવતીની કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખુલતા પ્રેમીને શકદાર ગણી તેની સામે હત્યાની (Murder) 302 કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.ફો
ભુજમાં મળી આવેલા યુવતીના મૃતદેહ કેસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો  જાણો
એક મહિના પૂર્વે ભુજની (Bhuj) ભાગોળે લક્કીવાળી ચાડી પાસેથી કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં અનેક તર્કવિતર્ક વચ્ચે મોતનું કારણ જાણવા માટે મૃતદેહને જામનગર (Jamnagar) ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં યુવતીની કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખુલતા પ્રેમીને શકદાર ગણી તેની સામે હત્યાની (Murder) 302 કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
ફોરેન્સિક તપાસ માટે મૃતદેહ મોકલાયો
જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામની 22  વર્ષિય યુવતી ભુજના જ્યુબિલી સર્કલથી ગુમ થઈ હતી અને 23 દિવસ બાદ તેની લાશ ભુજ-મુન્દ્રા રોડ પર લક્કીવાળી ચાડી પાસે બાવળોની ઝાડીમાંથી મળી આવી હતી. હતભાગી યુવતીએ અગાઉ આરોપી સામે નખત્રાણા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમાધાન માટે માધાપરની વાડીએ આવેલા ભારાસરના યુવકે વળતી ફરિયાદમાં યુવતીએ તેને કોઈ પ્રદાર્થ પીવડાવીને માર મારીને હરીપર પાસે ફેકી દીધો હોવાની ફરીયાદ નોંધાવતા પુછપરછ માટે પોલીસ આવતા માધાપર રહેતા માસાએ અને ભારાપરના યુવકની પત્નીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભારે તાણાવાણા વચ્ચે રહસ્યમય કેસમાં યુવતીની લાશ મળતા તેનું મોત કેવી રીતે થયું ? તે જાણવું પોલીસ માટે પડકાર બનતા મૃતદેહને જામનગર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો જેનો રિપોર્ટ આવતા તપાસની દ્રષ્ટી સ્પષ્ટ થઈ છે.
બનાવમાં નવો વળાંક
  • હતભાગી યુવતી શાંતાના પિતા હરેશભાઈ સામતભાઈ કોલીએ ભુજ એ-ડિવિઝન પોલીસમાં  જણાવ્યું કે, આજથી બે વર્ષ પહેલા દીકરી શાંતા અને ભારાપરના જગદીશ ધનજી કોલી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને જણા ફોનથી વાત કરતા અને એક વર્ષ પહેલાં જગદીશના માતા-પિતા તેમના ઘરે શાંતાનું માંગુ લઈને આવ્યા હતા અને પરિવારજનોએ સહમતી પણ બતાવી હતી. એ દરમિયાન જગદીશને વિદેશ જવાનું થતા તે વિદેશ ગયો અને બે મહિના બાદ પરત આવ્યો ત્યારે તેણે લગ્ન કરવાની ના કહીને જખૌમાં રહેતા અધાભાઈ કોલીની દીકરી મંજુલા સાથે લગ્ન કર્યા હતા ત્યારથી આ બનાવમાં નવો વણાક આવ્યો છે.
  • ગત 10 ઓગસ્ટના જગદીશ શાંતાનું અપહરણ કરીને નાસી ગયો જેથી હરેશભાઈએ નખત્રાણા પોલીસમાં જ્યારે જગદીશના પિતાએ માનકૂવા પોલીસમાં ગુમ નોંધ દાખલ કરાવી જેના બે દિવસ બાદ બન્ને જણા માનકૂવા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા અને હરેશભાઈએ દીકરીનો કબજો મેળવી પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, જગદીશે બળઝબરીથી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો છે જેથી જગદીશ સામે નખત્રાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
  • એ દરમિયાન શાંતા માધાપર નવાવાસમાં રહેતા તેના માસા અરવિંદભાઈ કોલીને ઘરે આવી હતી અને અહીંથી પરત ઘરે જવાનું કહેતા માસા તેને જ્યુબિલી સર્કલે મુકવા ગયા હતા. નલિયા જતી બસની રાહ જોવામાં આવતી હતી ત્યારે શાંતા બાજુમાં મેડિકલમાં ક્રીમ લેવા જાઉં છું તેમ કહી ગઈ અને પરત ન આવતા માતા-પિતાને જાણ કર્યા બાદ એ-ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી.
  • શાંતા તો ગુમ હતી પણ એક જાન્યુઆરી 2023ના જગદીશ ધનજી કોલી હરીપર વાડી વિસ્તારમાં નિજાનંદ ફાર્મ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેના બન્ને હાથમાં શોર્ટ લાગવાથી ઈજાઓ હતી અને જી.કે.માં લઈ જતા પોલીસ સમક્ષ તેણે નિવેદન આપ્યુ કે, તે અરવિંદ માવજી કોલીની વાડીએ શાંતાને મળવા ગયો હતો અને પીવા માટે પાણી માંગતા શાંતાએ પાણીમાં કંઈક નાખેલ હોઈ પીધા બાદ તે બેહોશ થઈ ગયો અને બાદમાં હરીપર પાસે આંખ ખુલી હતી અને કોણે માર માર્યો છે તેની જાણ નથી પુછપરછમાં તેણે જણાવ્યું કે, તેને વિદેશ જવાનું હોવાથી તે કેસના સમાધાન માટે માધાપર ગયો હતો તેના વિઝા માનકૂવા પોલીસ સ્ટેશન ખાતે જમા છે જો શાંતા સમાધાન કરી લેતો વિઝા લઈ તેને વિદેશ જવું હતું.
પોલીસે ગુનો દાખલ કર્યો
જોકે, તે બાદ શાંતા ગુમ થઈ ગઈ અને એ-ડિવિઝન પોલીસ તપાસ કરતી હતી ત્યાં 17 જાન્યુઆરીના જાણવા મળ્યું લક્કી વાડી ચાડી પાસે કોઈ યુવતીની લાશ છે જેથી તપાસ કરતા કપડાના વર્ણનના આધારે આ કોહવાયેલી લાશ શાંતાની હોવાનું સામે આવ્યું હતું. જોકે, મોતનું કારણ જાણવા માટે લાશને જામનગર મોકલવામાં આવી હતી જેનો રિપોર્ટ આવી ગયો છે જેના આધારે પિતાએ જણાવ્યું કે, દીકરીની જ્યાંથી લાશ મળી તેનાથી બેથી ત્રણ કિ.મી. દૂર નિજાનંદ ફાર્મ હરીપર પાસેથી જગદીશ ધનજી કોલી ઈજાગ્રસ્ત મળ્યો હતો. તેમજ જ્યુબિલી સર્કલથી યુવતીને જગદીશ જ છકડામાં બેસાડીને ભુજ ભારાપર રોડ પર બાલાજી ગ્રીન્સ સાઈડ સુધી લઈ ગયો હતો.આમ, જગદીશે જ્યુબિલીથી શાંતાનો અપહરણ કરી બાવળોની ઝાડીમાં કોઈ તિક્ષ્ણ હથિયારથી મોત નિપજાવી બાદમાં તે ઈજાગ્રસ્ત મળી આવ્યો હોવાનું માનીને શકદાર જગદીશ કોલી સામે શકવહેમ દર્શાવી તેની સામે હત્યાની ૩૦રની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા એ-ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.