લો બોલો! હવે આ જ બાકી રહ્યું હતું, લંડનમાં ભારતીય ખેલાડી તાનિયા ભાટિયાના રૂમમાં થઇ ચોરી
ભારતીય મહિલા ટીમ (Indian Women Team) એ ત્રણ મેચની T20I શ્રેણીમાં ઈંગ્લેન્ડ (England) ને 3-0થી હરાવ્યું હતું. આ શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય મહિલા ટીમે 16 રને જીત મેળવી હતી. પરંતુ આ શ્રેણીનો અંત વિવાદો સાથે થયો છે. આ સિરીઝની છેલ્લી મેચમાં દીપ્તિ શર્મા (Dipti Sharma) એ ચાર્લી ડીનને રન આઉટ (Run Out) કરી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર નિવેદનોનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ આ દરમિયાન આ સિરીઝ ખતમ થયા બાદ વધુ એક હંગામો સાંભળવા મળà
10:41 AM Sep 27, 2022 IST
|
Vipul Pandya
ભારતીય મહિલા ટીમ (Indian Women Team) એ ત્રણ મેચની T20I શ્રેણીમાં ઈંગ્લેન્ડ (England) ને 3-0થી હરાવ્યું હતું. આ શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય મહિલા ટીમે 16 રને જીત મેળવી હતી. પરંતુ આ શ્રેણીનો અંત વિવાદો સાથે થયો છે. આ સિરીઝની છેલ્લી મેચમાં દીપ્તિ શર્મા (Dipti Sharma) એ ચાર્લી ડીનને રન આઉટ (Run Out) કરી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર નિવેદનોનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ આ દરમિયાન આ સિરીઝ ખતમ થયા બાદ વધુ એક હંગામો સાંભળવા મળ્યો છે.
હોટલ રૂમમાંથી ચોરાઇ બેગ
ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ સફળ રહ્યો હતો. ટીમે ઈંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 3-0થી હરાવીને ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ને શાનદાર વિદાય આપી છે. ઝુલનને તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમી હતી. વાત જો સિરીઝની અંતિમ મેચની થાય તો તેમા દીપ્તિ શર્મા દ્વારા ચાર્લી ડીનને રન આઉટ કરવાનો મામલો ખૂબ જ વિવાદમાં છે. આ દરમિયાન તાનિયા ભાટિયાએ હોટલમાં સામાન ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા ટીમની ખેલાડી તાનિયા ભાટિયા (Tania Bhatia) એ સોમવારે ટ્વિટર પર લંડન (London) માં તેની હોટલના રૂમમાંથી તેની બેગ ચોરાઈ હોવાની માહિતી આપી હતી.
ટ્વીટ મારફતે ECB ને લીધી આડેહાથ
તાનિયા ભાટિયાએ ટ્વીટ કર્યું, "મેરિયોટ હોટેલ લંડન મેડા વેલે મેનેજમેન્ટથી આઘાત અને નિરાશ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના એક ભાગ તરીકે ત્યાં રોકાણ દરમિયાન કોઈ મારા ખાનગી રૂમમાં ઘૂસી ગયું અને રોકડ, કાર્ડ, ઘડિયાળો અને ઘરેણાં લઈ ગયું અને તેની ચોરી કરી. વધુમાં તેણે જણાવ્યું કે ખૂબ જ અસુરક્ષિત.
તાનિયાએ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને અન્ય એક ટ્વીટમાં લખ્યું, “આ મામલાની ઝડપી તપાસ અને ઉકેલની આશા છે. ECBના પસંદગીના હોટલ પાર્ટનર પર સુરક્ષાનો અભાવ આશ્ચર્યજનક છે. આશા છે કે તેઓ પણ નોંધ લેશે.
હોટલે આપ્યો જવાબ
હોટલે તાનિયાના ટ્વિટર હેન્ડલની ફરિયાદનો જવાબ આપતા પોતાના ટ્વીટમાં લખ્યું, "તાનિયા, અમને આ સાંભળીને દુઃખ થયું. કૃપા કરીને તમારા નામ અને ઇમેઇલ સરનામા સિવાય તમારી આરક્ષણ વિગતો શેર કરો, જેથી અમે તેને તપાસી શકીએ."
ટીમ એશિયા કપની તૈયારીમાં
વિકેટકીપર-બેટ્સમેન તાનિયા ભાટિયાએ 19 ODI અને 53 T20I મા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારતીય મહિલા ટીમ હવે એશિયા કપની તૈયારી કરી રહી છે. વિમેન્સ એશિયા કપ 2022 1ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં યોજાશે. આ મોટી ઈવેન્ટની ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટ્રોફીની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
Next Article