Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો! ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચ પણ રદ્દ, શું ICCની થઇ છે ભૂલ, જાણો શું કહે છે એક્સપર્ટ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે બે મેચ રમાવાની હતી. જે બંને મેચ રદ્દ થઇ ગઇ છે. જીહા, ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા T20 વર્લ્ડ કપમાં આજે સવારે અફઘાનિસ્તાન અને આયર્લેન્ડની ટીમ વરસાદની ભેટ ચઢી ગઇ હતી. તો હવે આજના દિવસમાં બીજી મેચ કે જે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની હતી તે પણ વરસાદના કારણે રદ્દ કરવી પડી છે. હવે બેક ટૂ બેક મેચો રદ્દ થતા ICCનો ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાડવાનો નિર્ણય સàª
લો બોલો  ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા મેચ પણ રદ્દ  શું iccની થઇ છે ભૂલ  જાણો શું કહે છે એક્સપર્ટ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે બે મેચ રમાવાની હતી. જે બંને મેચ રદ્દ થઇ ગઇ છે. જીહા, ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા T20 વર્લ્ડ કપમાં આજે સવારે અફઘાનિસ્તાન અને આયર્લેન્ડની ટીમ વરસાદની ભેટ ચઢી ગઇ હતી. તો હવે આજના દિવસમાં બીજી મેચ કે જે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની હતી તે પણ વરસાદના કારણે રદ્દ કરવી પડી છે. હવે બેક ટૂ બેક મેચો રદ્દ થતા ICCનો ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાડવાનો નિર્ણય સવાલો ઉભા કરી રહ્યો છે.
Advertisement

બંને ટીમને મળ્યા 1-1 પોઈન્ટ
આજે બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (AUS vs ENG) વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાવાની હતી. ભારે વરસાદ બાદ મેચ સમયસર શરૂ થઈ ન હતી. 3 વખત પિચ ઈન્સ્પેક્શનનો સમય આવ્યો હતો, પરંતુ ક્યારેક વરસાદ આવે તો ક્યારેક બંધ થતો હતો. ભારતીય સમય અનુસાર બપોરે 3.20 કલાકે નિર્ણય લેવામાં આવ્યો કે મેચ નહીં રમાય. એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ્દ કરવી પડી હતી. મેચ રદ્દ થયા બાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને 1-1 પોઈન્ટ મળ્યા છે. ઈંગ્લેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું છે જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને આવી ગયું છે. બંને ટીમના 3-3 પોઈન્ટ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી આ સારા સમાચાર નથી, અલબત્ત તેમને એક પોઇન્ટ મળ્યો છે પરંતુ જો તેઓ આ મેચ જીતી ગયા હોત તો સેમિફાઇનલ માટે તેની સ્થિતિ વધુ મજબૂત બની હોત. ઓસ્ટ્રેલિયા તેમના હોમ ગ્રાઉન્ડ પર પ્રબળ દાવેદાર હતું, પરંતુ એક પણ મેચ રમ્યા વિના તેણે વિરોધી ટીમ સાથે એક પોઈન્ટ શેર કરવો પડ્યો, તે તેમના માટે સારું નથી. 

બંને ટીમો ઉલેટફેરનો કરી રહી છે સામનો
શુક્રવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન (IRE vs AFG) વચ્ચેની પ્રથમ મેચ પણ વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હતી. બંને ટીમો ઉલેટફેરનો સામનો કરી રહી છે અને એશિઝ હરીફો માટે આ વર્ચ્યુઅલ નોકઆઉટ છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં આંચકાજનક 89 રનથી પોતાના અભિયાનની શરૂઆત કર્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બીજી સુપર 12 મેચમાં શ્રીલંકાને હરાવીને જોરદાર વાપસી કરી હતી. અફઘાનિસ્તાન સામે જીત સાથે શરૂઆત કરનાર ઈંગ્લેન્ડને વરસાદના કારણે અગાઉની મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ આયર્લેન્ડ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટૂર્નામેન્ટમાં થયા મોટા ઉલટફેર
T20 વર્લ્ડ કપ ક્રિકેટના ચાહકો માટે એક અલગ પ્રકારનો રોમાંચ લઈને આવે છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ વખતે વર્લ્ડ કપમાં એક કરતા વધારે મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાને ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ નેધરલેન્ડે હરાવ્યું હતું. પરંતુ ક્રિકેટના મેદાનની બહાર એક મોટી ઉલટફેર ચાલી રહી છે, જે ક્રિકેટ ચાહકોને બિલકુલ પસંદ નથી આવી રહી. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં વરસાદને કારણે ઘણી મેચો પ્રભાવિત થઈ રહી છે, તો કેટલીક મેચો એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી.
Advertisement

ICCની થઇ મોટી ભૂલ?
ઓસ્ટ્રેલિયામાં આ વખતે એક દિવસમાં 2-3 મેચો પણ રમાઈ રહી છે. પરંતુ આયોજકોની મોટી ભૂલ એ છે કે આ તમામ મેચો એક જ મેદાન પર એક જ દિવસે યોજાઈ રહી છે. જેના કારણે જો વરસાદ પડે તો માત્ર એક મેચ નહીં પરંતુ બંને મેચ રદ્દ થવાની સંભાવના છે. આ ચાર ટીમોને અસર કરે છે. એક જ મેદાન પર એક પછી એક મેચને કારણે બીજી ટીમને મેદાનમાં તૈયાર થવા માટે ઓછો સમય મળી રહ્યો છે, જેના કારણે ખેલાડીઓને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વીરેન્દ્ર સેહવાગે સૂચવ્યું
વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, આ મેચો બે અલગ-અલગ શહેરોમાં થવી જોઈએ. બે અલગ-અલગ શહેરોમાં એક સાથે વરસાદ નહીં પડે. જો એક મેચ મેલબોર્નમાં અને બીજી સિડનીમાં હોત તો ઓછામાં ઓછી એક મેચ થઈ શકી હોત. તેથી, એક જ મેદાનમાં એક દિવસમાં બે મેચ યોજવી જોઈએ નહીં. આપણે IPLમા જોયું છે કે એક મેચ મુંબઈમાં અને બીજી મેચ ચેન્નાઈમાં યોજાય છે. આશા રાખીએ કે, આગામી વખતે ભારતમાં વર્લ્ડ કપ હોય અને એક દિવસમાં બે-ત્રણ મેચો હોય તો તે અલગ-અલગ મેદાનમાં હોય.
Tags :
Advertisement

.