ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે માસની બાળકીને ભરણીની બિમારીથી છૂટકારો અપાવવા ડામ આપ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ

હાલના આધુનિક યુગમાં પણ પોરબંદર (Porbandar) પંથકના અનેક ગામોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે, ત્યારે આવી જ અંધશ્રદ્ધાને કારણે બખરલા ગામની સીમમાં એક બે માસની બાળકીનો જીવ જોખમમાં મૂકાયો હતો. ભરાણીની બિમારીમાં બે માસની કુમળી ફૂલ જેવી બાળકીના (Girl Child) પેટ પર સોય જેવા ગરમ સળીયાથી ડામ દેવામાં આવ્યા હતા, સદનસીબે આ બાળકીને પોરબંદરની સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા બાળકીની તબિયત સàª
11:28 AM Feb 13, 2023 IST | Vipul Pandya
હાલના આધુનિક યુગમાં પણ પોરબંદર (Porbandar) પંથકના અનેક ગામોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે, ત્યારે આવી જ અંધશ્રદ્ધાને કારણે બખરલા ગામની સીમમાં એક બે માસની બાળકીનો જીવ જોખમમાં મૂકાયો હતો. ભરાણીની બિમારીમાં બે માસની કુમળી ફૂલ જેવી બાળકીના (Girl Child) પેટ પર સોય જેવા ગરમ સળીયાથી ડામ દેવામાં આવ્યા હતા, સદનસીબે આ બાળકીને પોરબંદરની સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા બાળકીની તબિયત સારી થઈ હતી.
માતા ઊંટવૈધ પાસે લઈ ગઈ
આ બનાવ અંગે બખરલા ગામની માલદેવારી સીમમાં રહેતા કરમણભાઈ પરબતભાઈ મોરીએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ કરમણભાઈને સંતાનમાં ત્રણ દિકરા અને એક બે માસની દિકરી જાહલ છે. તેમની દીકરી જાહલને છેલ્લા ચાર-પાંચ દિવસથી શ્વાસ-કફની ભરાણીની બિમારી હતી, જેનો તેમને ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં સારૂં થયું ન હતું. ત્યારે તા. 8 ફેબ્રુઆરીના રોજ તેઓ કાટવાણા ગામે પોતાના સબંધીના લગ્નપ્રસંગમાં ગયા હતા, તે દરમિયાન કરમણભાઈની પત્ની સંતોકબેનને માહિતી મળી હતી કે માલદેવારી સીમમાં રહેતા દેવરાજભાઈ દાનાભાઈ કટારા નાના બાળકોને થતી ભરાણીની બીમારીમાં ડામ દઈને સાજા કરે છે, જેથી તેઓ જાહલને લઈ દેવરાજ કટારા પાસે ગયા હતા અને જાહલને બતાવતા દેવરાજે તેને ચડાઉ ભરાણી થયું હોવાનું કહી પેટના ભાગે નાના સોઈ જેવા સળીયાથી ડામ દીધા હતા અને તેને સારૂં થઈ જશે તેમ કહ્યું હતું.
પતિને ખબર પડતા બાળકીને ડોક્ટર પાસે લઈ ગયો
ત્યારબાદ પોતાની બે માસની પુત્રીના પેટના ભાગે ડામના ડાઘ જોતા કરમણભાઈએ  પોતાની પત્નીને ઠપકો આપ્યો હતો અને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડી હતી. ડોક્ટરે પણ આવી અંધશ્રદ્ધામાં નહીં આવીને તાત્કાલીક ડોક્ટર પાસે દવાખાને જ લઈ જવાય તેવી સલાહ આપી હતી. ત્યારથી હાલ સુધી જાહલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને હાલ તેની તબિયત સારી છે. પરંતુ પોતાની પત્નીની માન્યતાને કારણે તેઓ ભરાણીની બિમારી દૂર કરવા માટે દેવરાજ પાસે લઈ ગયા હતા અને દેવરાજથી પોતાની દીકરીની બિમારી દૂર નહીં થઈ શકે તેમ હોવા છતાં ડામ દીધા બે માસની દીકરીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દેવરાજ દાના કટારા ઉપરાંત મદદગારી કરનાર બાળકીની માતા સંતોકબેન સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડામ દેનાર આરોપી દેવરાજ કટારાની પોલીસે કરી ધરપકડ
બે માસની કુમળ વયની બાળકીને લોખંડના સળિયા વડે ડામ આપ્યાની ઘટના મીડિયા પ્રસારિત પગલે પોરબંદર જિલ્લા પોલીસ પણ જાણે હરકતમાં આવી હોય તેમ આ સમગ્ર મામલે  બગવદર પોલીસ સ્ટેશન ખાતે બાળકીના પિતા કરમણ મોરીની ફરિયાદ લઈ ઊંટવૈદ્ય (દેશી ઉપચાર) કરનાર એવા આરોપી દેવરાજ કટારા તેમજ નાની બાળકીને ડામ અપાવવા માટે ઊંટવૈદ્ય પાસે લઈ જનાર બાળકીની માતા વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડામ દેનાર આરોપી દેવરાજ કટારાની ઘરપકડ કરવામાં આવી છે.
ડામ દેનાર વ્યક્તિ ભૂવો નહિ હોવાનું પોલીસે જાહેર કર્યું
પોરબંદર પોલીસે યોજેલ પત્રકાર પરિષદ જણાવ્યું હતું કે, ડામ દેનાર દેવરાજ કટારા અન્ય કોઈ ધાર્મિક વિધિ - વિધાન કરતો નથી તેવું જાણવા મળ્યું છે, શરદી - કફ ભરણી જેવી બીમારી હોવાથી લોખંડ સળીયાથી ડામ આપ્યો હતો, આ સમગ્ર ઘટનામાં આરોપી દેવરાજ કટારા અને બાળકી માતા વિરુધ ગુના દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હરમનપ્રીત કૌર બની મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો, MIએ આટલા કરોડમાં ખરીદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeGujaratFirstPorbandarPorbandarPoliceShockingCaseSuperstition
Next Article