Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી બ્લેડથી સોરી લખવા યુવતીને કરી મજબૂર

વડોદરાના (vadodara)પાદરામાં લવ જેહાદનો (love jihad) ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ સબંધ કાપી નાખતા મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ પણ છે કે, યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાત સામે આવી છે. આ સમગ્àª
વડોદરામાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો  વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી બ્લેડથી સોરી લખવા યુવતીને કરી મજબૂર
વડોદરાના (vadodara)પાદરામાં લવ જેહાદનો (love jihad) ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ સબંધ કાપી નાખતા મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ પણ છે કે, યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ
 ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.  રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં પરિવારજનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરાને બતાવ્યું ચપ્પુ ને પછી.
ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં 16 વર્ષીય વિદ્યાર્થીની એક તરફી પ્રેમીએ  ચપ્પુ બતાવી પ્રેમસંબંધ બાંધવા ધમકી આપી હતી. સનકી પ્રેમી વારંવાર કિશોરીનો પીછો કરીને ઘર નજીક જઈ  પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હોવાનું કિશોરીએ માતા પિતાને જણાવ્યું હતું. જે બાદ તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસએ યુવકની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.