Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇરાનથી ચીન જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત અફવા નિકળતાં હાશકારો

ભારતીય સીમમાંથી પસાર થઇ રહેલી ઈરાન (Iran)ની ફ્લાઈટ (Flight)માં બોમ્બ (Bomb) હોવાના સમાચારથી ખળભળાટ  મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. આ માહિતી મળતાં ભારતીય વાયુસેના (Indian Air Force)પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ આ ફ્લાઇટ પાછળ પંજાબ અને જોધપુર એરબેઝથી  બે સુખોઈ એરક્રાફ્ટ (Sukhoi Aircraft) પણ રવાના કર્યા હતા.  આ ફ્લાઇટ મહાન એરલાઇન્સની છે. જો કે વિમાન
ઇરાનથી ચીન જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત અફવા નિકળતાં હાશકારો
ભારતીય સીમમાંથી પસાર થઇ રહેલી ઈરાન (Iran)ની ફ્લાઈટ (Flight)માં બોમ્બ (Bomb) હોવાના સમાચારથી ખળભળાટ  મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. આ માહિતી મળતાં ભારતીય વાયુસેના (Indian Air Force)પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ આ ફ્લાઇટ પાછળ પંજાબ અને જોધપુર એરબેઝથી  બે સુખોઈ એરક્રાફ્ટ (Sukhoi Aircraft) પણ રવાના કર્યા હતા.  આ ફ્લાઇટ મહાન એરલાઇન્સની છે. જો કે વિમાન ચીનના ગ્વાંગઝું ખાતે પહોંચ્યા બાદ તપાસ કરાતા બોમ્બની વાત અફવા નિકળી હતી. 
વિમાનમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઇ
દરમિયાન, ઇરાનની મહાન એરલાઇન્સના વિમાનમાં બોંબ હોવાની વાત અફવા સાબિત થઇ છે. ચીનના ગ્વાંગઝુ ખાતે વિમાનનું સુરક્ષીત લેન્ડિગ કરાયું હતું. 
વિમાનમાં બોમ્બ હોવાની વાત અફવા નિકળતાં ઇરાન, પાકિસ્તાન, ભારત અને ચીનની સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઇરાનની મહાન એરલાઇન્સે નિવેદન જારી કરીને કહ્યું કે વિમાન નિયત સમય મુજબ ગ્વાગઝુ પહોંચી ગયું છે.
દિલ્હી અને જોધપુર એરપોર્ટ પર લેન્ડીંગની મંજૂરી ના અપાઇ 
પ્રાપ્ત માહિતી મુજબ આ વિમાનના પાયલોટ દ્વારા  દિલ્હી અને જયપુર એરબેઝ પર ઉતરાણ કરવા માટે  પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ દિલ્હી તથા જયપુર એરપોર્ટ દ્વારા પરવાનગી નકારાઇ હતી. ત્યાર બાદ તેની પાછળ બે સુખોઈ વિમાન તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં પ્લેનમાં કોઈપણ પ્રકારનો બોમ્બ ન મળતા તેને ચીન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ પ્લેન તેહરાનથી ચીનના ગુઆંગઝુ શહેર જઈ રહ્યું હતું. ત્યારપછી સવારે લગભગ 9.20 વાગ્યે ઈન્દિરા ગાંધી એરપોર્ટના અધિકારીઓને માહિતી મળી કે એરક્રાફ્ટ ફ્લાઈટ નંબર-W581 ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગે છે. બીજી તરફ  મહાન પ્લેનના ક્રૂએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો કે આ ફ્લાઈટમાં બોમ્બ છે અને પ્લેન તાત્કાલિક લેન્ડિંગ માટે પરવાનગી માંગે છે. આ સમયે આ પ્લેન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓએ કોઈપણ પ્રકારના જોખમને ધ્યાનમાં લીધા વિના આ પ્લેનને અહીં લેન્ડ થવા દીધું ન હતું અને પ્લેનને જયપુર તરફ વાળ્યું હતું. આજે જયપુરની બાજુમાં આવેલા જોધપુરમાં ભારતીય વાયુસેનાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.  આ પ્લેન પેસેન્જર ફ્લાઈટ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટને જયપુરમાં પણ ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટના દરમિયાન આ પ્લેન ભારતીય હવાઈ ક્ષેત્રમાં 45 મિનિટ સુધી ચક્કર લગાવતું રહ્યું. ત્યાર બાદ આ વિમાનને ગુઆંગઝુ શહેર તરફ જ પરત મોકલવામાં આવ્યું છે.
ફ્લાઇટ પર સુરક્ષા એજન્સીઓની નજર
સુરક્ષા એજન્સીઓ ચીન તરફના માર્ગ પર ચાંપતી નજર રાખી રહી છે અને ભારતીય વાયુસેનાએ એર સ્ટેશનો અને ઉડ્ડયન એકમોને એલર્ટ પર રાખ્યા છે. ભારતીય એજન્સીઓ દ્વારા હજુ પણ વિમાનની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

વિમાનમાંથી જાણ કરાઇ
વિમાનમાંથી જ જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટમાં બોમ્બ છે. તેહરાનથી ચીનની આ ફ્લાઈટ તે સમયે ભારતના એરસ્પેસમાં હતી, જેના પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. ત્યારબાદ વાયુસેનાએ બે Su-30MKI ફાઈટર જેટને તૈનાત કર્યા અને તેને તેની પાછળ રાખ્યા હતા. 
Advertisement

Tags :
Advertisement

.