Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિવરાજસિંહનો મોટો નિર્ણય, માફિયાઓની જમીન પર ગરીબો માટે બનાવવામાં આવશે ઘર અને શાળાઓ

કેબિનેટની બેઠક બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જે જમીન દબંગો, જમીન માફિયાઓ અને અતિક્રમણકારોથી મુક્ત કરવામાં આવી છે તે ગરીબોને આવાસ, આંગણવાડી અને શાળાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાજ કેબિનેટે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સરકારે તાજેતરના સમયમાં જમીન માફિયાઓ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. યુપીમાં બુલડોઝર મોડલની સફળતા બાદ શિવરાજ સરકારે પણ તેને અપનાવી લીધું છે.શàª
11:21 AM Jun 07, 2022 IST | Vipul Pandya
કેબિનેટની બેઠક બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જે જમીન દબંગો, જમીન માફિયાઓ અને અતિક્રમણકારોથી મુક્ત કરવામાં આવી છે તે ગરીબોને આવાસ, આંગણવાડી અને શાળાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાજ કેબિનેટે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સરકારે તાજેતરના સમયમાં જમીન માફિયાઓ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. યુપીમાં બુલડોઝર મોડલની સફળતા બાદ શિવરાજ સરકારે પણ તેને અપનાવી લીધું છે.
શિવરાજ સરકારે સરકાર દ્વારા સંચાલિત મંદિરોના પૂજારીઓ/સેવકોની વિવિધ શ્રેણીઓના માનદ વેતનમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેઓ જમીન વિહોણા પૂજારી છે તેમની રકમ વધારીને 5 હજાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 5 એકર સુધીની જમીન ધરાવતા પૂજારીને હવે 2100 રૂપિયાના બદલે 2500 રૂપિયા મળશે. 5 એકરથી લઈને 10 એકર સુધીની જમીન ધરાવતા પૂજારીઓને મળતી રકમ 1560 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવી છે.
કેબિનેટે ઈન્દોર-પીથમપુર રોકાણ વિસ્તારમાં ખેડૂતોની સંમતિથી લેન્ડ પૂલિંગ યોજના હેઠળ 500 હેક્ટર જમીન લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેબિનેટે ભોપાલના અચરપુરા ઔદ્યોગિક વિસ્તારમાં મલ્ટિ-પ્રોડક્ટ કંપનીઓને પ્લોટ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ઉદ્યોગ સ્થાપવા માટે મહિલા સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. શિવરાજ કેબિનેટે દતિયા જિલ્લામાં 330 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂરી આપી છે.
Tags :
GujaratFirsthousesMadhyaPradeshmafialandschoolsShivrajSingh
Next Article