Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંધેરી ઇસ્ટમાં શિવસેનાનો માર્ગ મોકળો, ભાજપે મોટું મન રાખી ઉમેદવાર પરત ખેંચ્યો

મહારાષ્ટ્ર(Maharashtra) માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો રાજકીય વિવાદ એક સારા મુકામ પર પહોંચી સમાપ્ત થઇ ગયો. મુંબઈની અંધેરી પૂર્વ( Mumbai Andheri East) વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીમાં ભાજપે(BJP) મુરજી પટેલની ઉમેદવારી પરત લઇ લીધી છે. જે બાદ શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે( Rituja Ltake)ની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ઋતુજાએ તમામનો આભાર માન્યો છે. 3 નવેમ્બરે યોજાનારી અંધેરી ઈસ્ટ પેટાચૂંટણી માટે નામાંકન ભà
અંધેરી ઇસ્ટમાં શિવસેનાનો માર્ગ મોકળો  ભાજપે મોટું મન રાખી ઉમેદવાર પરત ખેંચ્યો
મહારાષ્ટ્ર(Maharashtra) માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો રાજકીય વિવાદ એક સારા મુકામ પર પહોંચી સમાપ્ત થઇ ગયો. મુંબઈની અંધેરી પૂર્વ( Mumbai Andheri East) વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીમાં ભાજપે(BJP) મુરજી પટેલની ઉમેદવારી પરત લઇ લીધી છે. જે બાદ શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે( Rituja Ltake)ની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ઋતુજાએ તમામનો આભાર માન્યો છે. 3 નવેમ્બરે યોજાનારી અંધેરી ઈસ્ટ પેટાચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ભાજપના ઉમેદવારનું  નામ પરત ખેંચવા પર શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, ભાજપનો આ નિર્ણય નૈતિકતાને લઇને નથી પરંતુ અંધેરી વિધાનસભા પેટાચૂંટણીમાં હારના ડરને કારણે લેવાયેલો છે.
MLA રમેશ લટકેના અવસાન બાદ સીટ ખાલી પડી હતી 
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ મતવિસ્તારમાં યોજાનારી પેટાચૂંટણીમાં ઋતુજા લટકેને ક્રોસ પાર્ટી સમર્થન મળ્યું હતું. શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના અવસાન બાદ ભાજપ આ બેઠક પર મુરજી પટેલને લઇને  મેદાનમાં ઉતરી રહી હતી. પરંતુ હવે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાના વડા રાજ ઠાકરે સૌથી પહેલા ઋતુજા લટકેના સમર્થનમાં આવ્યા હતા.
રાજ ઠાકરેએ લખ્યો હતો ફડ્ણવીસને પત્ર 
રાજ ઠાકરેએ ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તેમની પાર્ટીના ઉમેદવારને પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી જેથી કરીને ઋતુજા લટકે પેટાચૂંટણી બિનહરીફ જીતી શકે. રાજ ઠાકરેની વિનંતીના કલાકો પછી,આજે એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે પણ શિંદેને પત્ર લખીને માગણી કરી હતી કે તમામ પક્ષોએ ઋતુજા લટકેને સમર્થન આપવું જોઈએ અને તેમને ચૂંટણી જીતાડવી જોઇએ તેમજ ભાજપે પોતાનો ઉમેદવાર પાછો ખેંચવો જોઈએ.

ઋતુજાની જીત માટે સાચી શ્રદ્ધાંજલીઃ રાજ ઠાકરે 
રવિવારે રાજ ઠાકરેએ ફડણવીસને પત્ર લખીને કહ્યું કે હું રમેશ લટકેની રાજકીય સફરનો સાક્ષી રહ્યો છું. લટકે સામાન્ય કાર્યકરમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમના મૃત્યુ બાદ તેમના પત્નીનું ધારાસભ્ય બનવું એ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ હશે. આ મહારાષ્ટ્રની મહાન સંસ્કૃતિને અનુરૂપ છે. મને આશા છે કે તમે મારી વિનંતી સ્વીકારશો. તેમના પત્રના જવાબમાં ફડણવીસે કહ્યું કે તેઓ એકલા આ મામલે નિર્ણય લઈ શકતા નથી. આ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી શિંદે સાથે ચર્ચા થવી જોઈએ.
શરદ પવારે પણ કરી હતી વિનંતી 
એનસીપીના વડા શરદ પવારે પણ ભાજપને તેમના ઉમેદવાર પાછા ખેંચવાની અપીલ કરી હતી. પવારે કહ્યું કે નવા સભ્યનો કાર્યકાળ માત્ર દોઢ વર્ષનો રહેશે. રમેશ લટકેના કમનસીબ મૃત્યુને કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેમના યોગદાનને ધ્યાનમાં લેવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.